સોસીયલ મિડિયામાં ખોટા મેસેજ ફરતા કરશો તો ગુનો દાખલ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 14:13:00
  • Views : 374
  • Modified Date : 2020-04-03 14:13:00

સોસીયલ મિડિયામાં ખોટા મેસેજ ફરતા કરશો તો ગુનો દાખલ કરાશે

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ અને તેની માહિતી આપતા રાજ્યના ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસ અંગેની ખોટી પોસ્ટ કે, ખોટા મેસેજ ફરતા કરનાર તમામ સામે કાયદેસરનો ગુનોં નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે અત્યાર સુધી ૨૦ થી ૨૫ ગુના નોંધવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે તમામ વેપાર ધંધા બંધ છે ત્યારે લોકો દ્વારા ખોટી ખોટી અફવાઓ સોસીયલ મિડિયા દ્વારા ફેલાવવાના ઘણા કિસ્સા પોલીસની સામે આવ્યા છે. આવા ખોટા મેસેજ અને પોસ્ટને કરાણે તંત્ર અને નાગરીકોને પડતી મુશ્કેલીઓને કારણે રાજ્યના ડીજીપી શીવાનંદ ઝા દ્વારા કડક પણે કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.  ડીજીપી દ્વારા વધુમાં જણાવાયું  છે કે, લોકડાઉનની સ્થિતિ અને કોરોના વાયરસ અંગેની તમામ માહિતી સરકારી તંત્રો દ્વારા ઓફિસલી પ્રેસ કોન્ફરન્સ કરીને સમયાંતરે મિડિયાના સહયોગથી પહોંચાડવામાં આવી રહી છે તો કોઈ પણ વ્યક્તિ દ્વારા ખોટી પોસ્ટ કે, ખોટા મેસેજની આપ લે કરતા જણાશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી તેની સામે ગુનો નોંધવામાં આવશે. 



Download Our B K News Today App



Related News