આજે સોમવતી અમાસને દિવાસો.... કાલથી પવિત્ર શ્રાવણ માસ કોરોના મહામારીના કારણે પૂજા, મેળા જેવા પ્રતિબંધો છતાં શિવ મંદિરો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય..ના જયઘોષથી ગૂંજી ઊઠશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 11:58:36
  • Views : 569
  • Modified Date : 2020-07-20 11:58:36

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૨૦મી જુલાઈને સોમવતી અમાસ સાથે વિવિધ ધાર્મિક તહેવારોનો શુભારંભ થઈ રહયો છે. સોમવતી અમાસને દિવાસો સાથે દશામાંના વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે ૨૧ જુલાઈને મંગળવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ આ વખતે કોરોના મહામારીનાં કારણે પૂજા, મેળા જેવાં કેટલાંક પ્રતિબંધો સાથે શિવ મંદિરો હર હર મહાદેવ.... ઓમ નમઃ શિવાય..ના જયઘોષથી ગૂંજી ઊઠશે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૨૦મી જુલાઈને સોમવતી અમાસ એટલે કે, દિવાસોના દિવસથી વિવિધ તહેવારોનો શુભારંભ થઈ રહયો છે. આ દિવાસોના દિવસથી દશામાંના વ્રતનો પણ પ્રારંભ થશે. જેમાં આજે વિવિધ સેક્ટરોમાં શોપીંગ સેન્ટર ખાતે દશામાંની મૂર્તિ ખરીદવામાં સોશીયલ ડિસ્ટંસ ભુલાઈ જવા સાથે ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે આ વખતે કોરોના ના કહેરના કારણે સામૂહિક
પૂજા, ઉત્સવ કે જાહેરમાં વિસર્જન ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહયો છે.
સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કોરોના મહામારીના કારણે શ્રાવણ માસમાં જાહેર પૂજા, અભિષેક, મેળા, કથા કે સપ્તાહ, ઉત્સવો વગેરે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ જ રીતે કેટલાંક મંદિરો દ્વારા દર્શનનાં સમયમાં ફેરફાર કરવા સાથે બાળકો અને વૃદ્‌ધોને નહીં આવવા અપીલ કરવામાં આવી છે. આમછતાં દર સોમવાર સહિત શ્રાવણ માસમાં શહેર અને જિલ્લાના તમામ શિવ મંદિરો ભાવિક ભકતોથી ઉભરાઈ જવા સાથે હર હર મહાદેવ... ઓમ નમઃ શિવાય... થી ગુંજી ઉઠશે. આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News