મહારાષ્ટ્રના છ હત્યાના ગુનેગારને ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:30:23
  • Views : 1228
  • Modified Date : 2020-05-27 17:30:23

બનાસકાંઠામાં પાલનપુર પોલીસે એક કુખ્યાત હત્યારા ને ઝડપી પાડતા મોટી સફળતા મળી છે જેમાં મહારાષ્ટ્ર નો રહેવાસી સાગર બાવરી મહારાષ્ટ્રમાં છ જેટલી હત્યા,ધાડ ,ખંડણી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતો ફરતો હતો. તેમજ ચાર દિવસ અગાઉ પણ નાગપુર પાસે એક પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી આ સાગર નામનો શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.જ્યારે ખાનગી રાહે બાતમી મળતા આ આરોપી પાલનપુર વિસ્તારમાં આવ્યો હોવાનું માલુમ પડતાં જ પોલીસ સતર્ક બની ગઇ હતી અને વોચ ગોઠવી પાલનપુર પૂર્વ પોલીસે આ કુખ્યાત આરોપી ને ઝડપી પાડયો છે

Download Our B K News Today App



Related News