ઉત્સવોની મીઠાશ એટલે મધુર મીઠાઇ મધુર ડેરી દ્વારા મીઠાઇની ગુણવત્તા બાબતે બેનમુન કદમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:36:40
  • Views : 300
  • Modified Date : 2020-10-27 11:36:40

ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા વાળી પ્રોડ્‌ક્ટ્‌સ મળી રહે અને પશુપાલકોને એનો આર્થિક લાભ પણ મળી રહે એ માટે ખુબ જ વિચારણા અને આયોજન બાદ મધુર ડેરીએ તેની તમામ મીઠાઇઓ જે પહેલા ટ્રે માં મુકી પાર્લર ઉપર વેચતા હતા. તેને બદલે આવા સુંદર બોક્ષમાં એમ.એ.પી. ટેક્નોલોજીથી પેક કરીને બજારમાં મુકવાની શરૂઆત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઇ પણ ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી ટકી શકે નહિ પણ એની સેલ્ફ લાઇફ તો જરૂરથી વધારી શકીએ છીએ.
મીઠાઇને વધુ સમય ખુલ્લા વાતાવરણમાં રાખીએ તો એમા બેક્ટેરીયા કે અન્ય જીવાણુઓ લાગે. ખુલ્લી મીઠાઇ બજારમાં લેવા જઇએ તો વેપારીનો હાથ એના પર લાગે. એ હાથના જીવાણુ પણ આ મીઠાઇ ઉપર લાગે. આજે જ્યારે કોરોનાની મહામારી છે ત્યારે આમ ખુલ્લામાં વેચાતી મીઠાઇઓ ખરીદવામાં ખુબ મોટુ જોખમ રહેલુ છે. અમારી સાથે પણ આમ જ થતુ હતુ. ગ્રાહકોની માંગ મુજબ અમે સપ્લાય કરી શક્તા ન હતા. એટલે અમે આ
એમ.એ.પી. ટેકનોલોજી એટલે કે મોડિફાઇડ એટમોસ્ફીયર પેકેજિંગથી મધુર મીઠાઇની સેલ્ફ લાઇફ વધારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમારા સંવાદદાતા સાથે વાત કરતા મધુર ડેરીના ચેરમેન ડો. શંકરસિંહ રાણાને જણાવ્યું હતું કે કોરોનાના આ સમયમાં છૂટક મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે મધુર ડેરીએ આધુનિક
પદ્ધતિથી પેકીંગ અને ઝીરો કોન્ટેકટ ડિલીવરીથી મીઠાઈ વેચવાનું આયોજન કર્યું છે. ગ્રાહકો અલગ અલગ જરૂરીયાત પ્રમાણે વજનના બોક્સ અમારા પાર્લર ઉપરથી ખરીદી શકશે. આ ઉત્સવોમાં કોરોનાની ધ્યાને રાખી લેવાયેલ આ ર્નિણય અને આયોજનને ગ્રાહકોએ ખૂબ આવકાર્યો છે. ચેરમેને લોકોને સોશિયલ ડિસ્ટરન્સ રાખવા તથા માસ્ક પહેરીને જ પાર્લર ઉપર ખરીદી કરવા જવાની ભલામણ કરી છે.

Download Our B K News Today App



Related News