ડીસા પોલીસે ગુમ થયેલા બાળકનું માતાપિતા સાથે મિલન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:57:17
  • Views : 930
  • Modified Date : 2019-04-20 05:57:17

બ.કાં. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા નાયબ પો.અધિ. ડીસાના માર્ગદર્શન હેઠળ  જે. એન. ખાંટ (પો. ઇન્સ.) તથા આર.આર.શર્મા (પો.સબ.ઇન્સ.),માલજીભાઇ મેનાભાઇ(એ.એસ.આઇ.),પર્વતસિંહ પોપટસિંહ (પો. કોન્સ.),વિજયસિંહ ચંદ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ અપહરણ તેમજ ગુમ થયેલા બાળકોની શોધમાં હતા. તે દરમ્યાન ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે એક બાળક બેઠેલ જાતા તેની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ પવન અનિલભાઇ દેશપતિ(ઉ.વ ૧૩,રહે. ભીવંડી ગાયત્રીનગર વરલદેવી રોજ જૂના કપ્યુરચાલ મુંબઇ,મહારાષ્ટ્ર)હોવાનું જાણવા મળ્યું હતું. જેણે વધુમાં જણાવ્યું હતું કે તે પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો છે.ત્યારબાદ પોલીસ દ્વારા તેને તેના માતા-પિતા તથા સગાસબંધીનો મોબાઇલ અંગે પૂછવામાં આવતા તેણે મોબાઇલ નંબર યાદ ન હોવાનું જણાવ્યું હતું.ત્યારે તેના માતાપિતાના મોબાઇલ ફોનની તપાસ હાથ ધરી અંતે બાળકનો તેના પિતા સાથે મિલન કરાવતા બાળકના પિતા દ્વારા બ.કાં. પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News