પાલનપુરમાં ગુમ થયેલા યુવકનો મુર્તદેહ મળતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 11:44:40
  • Views : 769
  • Modified Date : 2019-08-19 11:44:40

પાલનપુરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતો એક યુવક રક્ષાબંધનના દિવસે ગુમ થયો હતો. જેનો મુર્તદેહ રવિવારે માન સરોવર નજીકથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા રામસિંહ રાજપૂત રક્ષાબંધનના દિવસે ગુમ થયા હતા. જેમની
પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે પોલીસ મથકમાં જાણવા જોગ અરજી કરી હતી. દરમિયાન રામસિંહનો મુર્તદેહ રવિવારે માન સરોવર નજીકથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.  આ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મુર્તદેહને સિવિલ
હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News