ગુજરાતમાં દરેક શહેરોમાંથી રાવણનું પૂતળું બનાવવાના એકપણ ઓર્ડર મળ્યા નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 11:42:16
  • Views : 320
  • Modified Date : 2020-10-20 11:42:16

   ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં કોઈ જગ્યાએ રાવણદહનના મોટા કાર્યક્રમોનું આયોજન નહિ થાય. ૫૦ વર્ષથી ગુજરાતનાં દરેક શહેરોમાં રાવણનાં પૂતળાં તૈયાર કરવા ઉત્તરપ્રદેશથી ૩૫ કારીગર આવે છે. નાગરવેલ હનુમાન ખાતેના આયોજક રાજેન્દ્રસિંહ જાટે કહ્યું- ઈ.સ.૧૯૬૫થી રાવણદહન કરીએ છીએ અને દર વર્ષે અંદાજે બે લાખ લોકો આવે છે, કોરોનાને કારણે આ વર્ષે આયોજન ના કરવામાં આવ્યું. વડોદરાના ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ પ્રેસિડેન્ટ પ્રવીણકુમાર ગુપ્તાએ કહ્યું- 40 વર્ષમાં પહેલી વાર આ વર્ષે રાવણદહન નહીં થાય, પણ રામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, હવન રાખીશું. આ માટે પોલીસની મંજૂરી લીધી છે. દર વર્ષે પોલો ગ્રાઉન્ડમાં રાવણદહનમાં દોઢ લાખ લોકો આવે છે. અમે ગત વર્ષની સીડીનું પ્રસારણ કરવાનું વિચારીએ છીએ.

  રાજકોટ વિહીપ મહામંત્રી નિતેશ કથીરિયાએ કહ્યું- ઈ.સ.૧૯૮૭ થી અમે રાવણદહનના કાર્યક્મનું રેસકોર્સ ખાતે આયોજન કરીએ છીએ. ૩ દાયકા પછી પહેલી વાર આ વર્ષે રાવણદહન નહીં થઈ શકે. દર વર્ષે એક લાખથી વધુ લોકો આવે છે, પણ આ વખતે અલગ અલગ વિસ્તારોમાં અને ઘરોમાં શસ્ત્રપૂજનનાં આયોજન થશે. શસ્ત્રપૂજનનો સામૂહિક ઉત્સવ પણ આ વર્ષે નહીં યોજીએ. જામનગરમાં રાવણદહનના આયોજક કિશોર સંસાણીએ જણાવ્યું હતું કે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે રાવણદહનનો કાર્યક્રમ કરીએ છીએ, પણ આ વખતે કોરોના મહામારીને કારણે અમે એ બંધ રાખ્યો છે. પરંપરા ખંડિત ન થાય એટલે માત્ર આગેવાનોની હાજરીમાં રાવણનું નાનું પૂતળું બનાવીને એનું દહન કરવાની વિચારણા અમે કરી રહ્યા છીએ. સુરતની આદર્શ રામલીલા કમિટીના સભ્ય અનિલ અગ્રવાલે જણાવ્યું કે ૪૪ વર્ષ પછી પહેલી વાર રાવણદહનનો કાર્યક્રમ અમે બંધ રાખ્યો છે. પરંપરા તૂટે છે, પરંતુ અમારે ત્યાં રાવણનું પૂતળું બનાવનારા કારીગરો ઉપરાંત અન્ય મંડળીઓ પણ બહારથી આવે છે એટલે બીજા કાર્યક્રમો પણ યોજાશે નહીં. બહારથી આવનારા લોકોને સમૂહમાં રાખી શકાય નહીં એટલે આ નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News