અરવલ્લી બાદ આજે ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદ, મોડીરાતથી કડાકા સાથે ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 12:31:56
  • Views : 682
  • Modified Date : 2019-09-01 12:31:56


રાજ્યભરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે શનિવારે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતનાં વિસ્તારોમાં સવારથી વરસાદ વરસ્યો હતો. અરવલ્લીમાં ભારે વરસાદથી ખેતરો સહિત ગ્રામ્ય વિસ્તારોનાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.

ગઇકાલે અરવલ્લી બાદ આજે પોરબંદર વિસ્તારમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મેઘરાજા પોરબંદર પર મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસથી પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગઈકાલે રાત્રીના પોરબંદર શહેર સહિતનાં જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાન સરહદ નજીકનાં વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Download Our B K News Today App



Related News