પાટણ શહેરની ૧૧ શાળામાં ત્રણ સેશનમાં પરીક્ષા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:47:47
  • Views : 453
  • Modified Date : 2019-04-28 12:47:47

પાટણ શહેરની ૧૧ શાળાઓમાં શુક્રવારના રોજ ધો.૧ર સાયન્સની ગુજકેટની ચાર વિષયની પરીક્ષા યોજાઇ હતી. હતી. જેમાં કુલ ૪૮૫૩ વિદ્યાર્થીઓમાંથી ૧૧૧ ગેરહાજર અને ૨૭૪૨ હાજર રહ્યા હતા.ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એન્જીનિયરિંગ અને ફાર્મસીમાં ડીગ્રી અને ડીપ્લોમા ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લેવામાં આવી છે. ગતરોજ માધ્યિમક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા પાટણ જિલ્લાના ધો.૧રના વિદ્યાર્થીઓ માટે પાટણ શહેરની ૧૧ શાળાઓમાં દિવસભર ત્રણ સેશનમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયની પરીક્ષામાં કુલ ર૪ર૪ વિદ્યાર્થીઓમાંથી ૫૪ ગેરહાજર અને ર૩૭૦ હાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં ૧૬૪૪ માંથી ૧૬૦ર હાજર ૪ર ગેરહાજર રહ્યા હતા. ગણિત વિષયમાં કુલ ૭૮પમાંથી ૭૭૦ હાજર ૧પ ગેરહાજર રહ્યા હતા. આમ ગતરોજ લેવામાં આવેલી ગુજકેટની ૪ વિષયની પરીક્ષામાં કુલ ૪૮પ વિદ્યાર્થીઓમાંથી ર૭૪ર હાજર અને ૧૧૧ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં એકપણ કોપી કેસ ન નોંધાતા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી.


Download Our B K News Today App



Related News