ગુજકેટ-ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાની માર્કશીટનું આજે વિતરણ, રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 11:45:25
  • Views : 332
  • Modified Date : 2020-09-15 11:45:25

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓગસ્ટ 2020માં લીધેલી ગુજકેટ તેમજ ધોરણ-૧૨ સાયન્સની પૂરક પરીક્ષાની માર્કશીટનું આજે સવારથી વિતરણ શરૂ કરશે. આ વિતરણ સવારે 9.00 વાગ્યાથી સાંજે 4.30 કલાક દરમિયાન કરાશે. જે-તે સ્કૂલ સંકુલ ખાતે માર્કશીટ વિતરણ માટે સેનિટાઈઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાશે.કોરોના મહામારીને કારણે શાળાઓ શરૂ થઈ શકી નથી. ત્યારે ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળાઓ શરૂ કરવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજાશે.ગોંડલમાં 1100 આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તાલુકામાં આજથી એક સપ્તાહ અડધો દિવસનું લોકડાઉન રહેશે. વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા એક અઠવાડિયા સુધીનું આ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જોકે આ દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે.જીટીયુ દ્વારા આજે નેશનલ એન્જિનિયરિંગ ડેની ઉજવણી કરાશે. પર્યાવરણલક્ષી સસ્ટેનેબિલિટી ડિઝાઈન માટે જીસેટ આયોજિત ઈ-પોસ્ટર સ્પર્ધાના શ્રેષ્ઠ 3 સ્પર્ધકને 10 હજારના પુરસ્કાર જાહેર કરાશે. જીસેટ અને જીઆઈસીના સંયુક્ત ઉપક્રમે “ધ એન્જિનિયર્સ રોલ ઈન સસ્ટેનેબિલિટી” વિષય પર વેબિનાર પણ યોજાશે.આરોગ્યકર્મીઓના મુદ્દે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે કે હવેથી ડૉક્ટર અને આરોગ્યકર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન કરવામાં આવે તો એ સમયગાળાને ઓનડ્યૂટી ગણવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. જગતમંદિર દ્વારકાધીશની આરતીના સમયે ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ શરૂ કરાયો છે. અગાઉ દ્વારકાધીશ પરિસરને રજતભસ્મ વડે સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. બીજી તરફ યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં આરતી વખતે ભક્તોને પ્રવેશ હજી અપાતો નથી અને બાકીના સમયમાં દર્શન અપાય છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ ભલે FRC રચીને ખાનગી સ્કૂલોની બેફામ ફીની વસૂલીને રોકી શક્યું ન હોય, પરંતુ હવે તે FRCનું નાટક યુનિવર્સિટી અને ટેક્નિકલ કોલેજોમાં કરવા જઈ રહી છે. હવે જોઈએ કે આ સ્વનિર્ભર સંસ્થાઓમાં રાજ્યનો શિક્ષણ વિભાગ કેટલો ફાવે છે કે પછી ઘૂંટણિયે પડે છે.

Download Our B K News Today App



Related News