નેપાળ સરહદે ફરજ બજાવતી ગુજરાતની દિકરીનો આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:32:40
  • Views : 929
  • Modified Date : 2021-03-10 11:32:40

સીઆરપીએફમા નેપાળ બોર્ડર ઉપર ફરજ બજાવતી ગુજરાતના કલોલ તાલુકાની ૨૬ વર્ષિય દિકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર દિકરીને પરિવારમાં એક નાની દિકરી છે. ત્યારે કયા કારણસર આ પગલું ભરવું પડ્યું તેને લઇને સવાલો ઉભા થયા છે. બુડાસણમાં મંગળવારે ગાર્ડ ઓફ ઓનર સાથે દિકરીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ વિભાગની ફરિયાદમાં જણાવ્યા મુજબ કલોલ તાલુકાના કારોલીની દિકરી અને કડી તાલુકાના બુડાસણમાં પરણાવેલી રબારી સેજલબેન કાનજીભાઇ વિશ્વ મહિલા દિવસે બપોરના આશરે ૨ વાગ્યના અરસામાં પોતાની સર્વિસ રીવોલ્વોર દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. સેજલબેન છેલ્લા સાડા છ વર્ષથી ફરજ બજાવતા હતા. ત્યારે નિત્યક્રમ મુજબ નિયત સમયે સેજલબેન ફરજ ઉપર નહિ
પહોંચતા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
તે દરમિયાન તેમના ફલેટ ઉપરથી સેજલબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ સેજલબેનના
પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ કરાવી  મંગળવારે તેમના વતન કડી તાલુકાના બુડાસણમાં
પર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે, સીઆરપીએફમાં ફરજ બજાવતા સેજલબેન દ્વારા કેમ આત્મહત્યા કરવામાં આવી તેનંુ હજુ સુધી કારણ સામે આવ્યુ નથી.

Download Our B K News Today App



Related News