ગુજરાતી સિંગર્સ આ નવરાત્રિમાં ખેલૈયાઓ સાથે બોલાવશે રાસની રમઝટ, લઇને આવી રહ્યા છે નવા ધમાકેદાર ગરબા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 17:42:28
  • Views : 507
  • Modified Date : 2019-09-27 17:42:28

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમે નવરાત્રીની ફુલ ફ્લેજ તૈયારી કરી લીધી હશે. જો કે, નવરાત્રીમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપરસિંગર હોય. તો તમારા ફેવરિટ ગુજરાતી સિંગર્સ આ વખતે નવરાત્રીમાં ક્યાં પર્ફોર્મ કરી રહ્યા છે. તેની અપટુડેટ ડિટેલ્સ અમે તમારા માટે લઈ આવ્યા છીએ. સાથે એ પણ જણાવીશું કે તેઓ નવલી નવરાત્રીમાં ધમાલ મચાવવા કયા નવા ગરબા રિલીઝ કરી રહ્યા છે.

1. ફાલ્ગુની પાઠક- આ વખતે હું મુંબઈમાં બોરિવલીનાં પ્રમોદ મહાજન સ્ટેડિયમમાં નવરાત્રિના 9 દિવસ લાઇવ પર્ફોર્મ કરવાની છું. મેં આ નવરાત્રિ માટે મારી યુટ્યૂબ ચેનલ પર ‘રાધા ને શ્યામ’ રાસ ગરબો રિલીઝ કરી દીધો છે.

2. કિંજલ દવે- નવરાત્રિના 9 દિવસ હું અમદાવાદના ગરબા પ્રેમીઓ સાથે જ ગરબા ગાવાની છું. શંકુઝના ગરબામાં હું 9 દિવસ ગરબા ગાવાની છું.ઝી મ્યુઝિક ગુજરાતી યુટ્યૂબ ચેનલ પર આ નવરાત્રિએ મારો નવો ગરબો ‘નવરાત’ લોન્ચ થવાનો છે. તેમજ હું મારી ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર માતાજીની આરતી અને વિશ્વંભરી સ્તુતિ પણ લોન્ચ કરવાની છું.

3. ઐશ્વર્યા મજમુદાર- આ વખતે હું નવરાત્રિમાં 9 દિવસ અંકલેશ્વરમાં છું. ખોડિયાર માતા પર એક ગરબો આવી ચૂક્યો છે. તેમજ આ નવરાત્રિ પર નવો ગરબો રિલીઝ કરવાની છું પણ એ વિશે હું વધારે કંઈ જણાવી નહીં શકું.

4. પાર્થિવ ગોહિલ- આ વખતે હું નવરાત્રિના 9 દિવસ બોમ્બેમાં ગોરેગાંવ ઈસ્ટ વિસ્તારમાં આવેલા નેસ્કો સેન્ટરમાં પર્ફોર્મ કરવાનો છું. મારી સાથે 6 ગાયકો અને ફોક સિંગર્સની ટીમ પણ છે.હું આ નવરાત્રિમાં મારો નોનસ્ટોપ ગરબા આલ્બમ ‘કે હોવે હોવે’ લાવી રહ્યો છું. જે 25 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

5. ભૂમિ ત્રિવેદી- આ નવરાત્રિ હું મુંબઈના વેસ્ટ ગોરેગાંવમાં બાંગુરનગર ગ્રાઉન્ડમાં સેલિબ્રેટ કરવાની છું. આ વખતે હું મારા ગરબામાં ભક્તિ રસ જળવાય એવા પ્રયત્નો કરીશ.પાર્થ ભરત ઠક્કર સાથે મારું ગરબા સોન્ગ ‘ટીચકી’ લોન્ચ થઈ રહ્યું છે. આ ઉપરાંત, ઓસમાન મીર સાથે ‘રમઝટ-૩’ ગરબો લઇને આવી રહી છું.

6. આદિત્ય ગઢવી- નવરાત્રિના 9 દિવસ હું અમદાવાદીઓ સાથે અમદાવાદમાં જ વિવિધ જગ્યાઓએ ગરબા રમવાનો છું. આ વખતે હું મારો પોતાનો રાસ ગરબો લોન્ચ કરવાનો છું. જે કૃષ્ણ અને રાધા પર છે. તેમાં મેં મુંબઈના ટિકટોક સ્ટાર ભાવિન ભાનુશાળી સાથે કામ કર્યું છે.આ ઉપરાંત, પાર્થ ભરત ઠક્કર અને ભૂમિ ત્રિવેદી સાથે પણ એક નવો ગરબો રિલીઝ થવાનો છે.

7. પાર્થ ઓઝા- નવરાત્રિના 9 દિવસ હું રાજપથ, કર્ણાવતી, ગુલમહોર ગ્રીન્સ વગેરે જેવાં વિવિધ સ્થળોએ ગરબા પર્ફોર્મ કરવાનો છું. આ વખતની નવરાત્રિમાં હું મારું ગરબા અનપ્લગ્ડ આલ્બમ લઇને આવી રહ્યો છું.

8. અરવિંદ વેગડા- આ નવરાત્રિમાં 1થી 7 ઓક્ટોબર હું અમદાવાદમાં જ લાઇવ પર્ફોર્મ કરવાનો છું. ગો સેલેબ્સ, ગણેશા ગ્રીન, કર્ણાવતી ક્લબ, નારાયણી ફાર્મ, અરવિંગ મીલ વગેરે જગ્યાઓએ હું ગરબાની ધૂમ મચાવીશ.આ વખતે નવરાત્રિમાં હું પ્રથમ વખત મેલોડિયસ ગરબો ‘ઘૂમતી રે’ લોન્ચ કરવાનો છું. આ ગરબાના શબ્દો ગરવી ગુજરાતની છબીને ઊજાગર કરે એવા છે.

9. મિરાંદે શાહ- આખી નવરાત્રિ હું અમદાવાદના ખેલૈયાઓ જોડે જ ગરબાની ધૂમ મચાવવાની છે. રેડિયો મિર્ચી, રેડ રાસ, શંકુઝ, જીમ ખાના, ખ્યાતિ ફાઉન્ડેશન વગેરે જગ્યાઓએ લાઇવ પર્ફોર્મન્સ આપીશ.આ વખતે હું એક ગુજરાતી ફોક સોન્ગ લઇને આવી રહી છું. જે ગુજરાતી રેપ છે.

10. ગીતા રબારી-આ નવરાત્રિમાં હું બોમ્બે જવાની છું અને 9 દિવસ ત્યાં બોરીવલી વિસ્તારમાં ખેલૈયાઓ સાથે રાસની રમઝટ બોલાવીશ.

11. પ્રસાદ - કર્દમ- નવલી નવરાત્રિના સંપૂર્ણ 9 દિવસ અમે અમદાવાદમાં જ ધૂમ મચાવવાના છીએ. શરૂઆતના 5 દિવસ અમે અદાણી શાંતિગ્રામ, એલ.જે. ઈન્સ્ટિટ્યૂટ વગેરે જગ્યાઓએ ખેલૈયાઓને રાસ રમાડીશું અને નવરાત્રિના છેલ્લાં 3 દિવસ અમે ઓસ્ટ્રેલિયા જવાના છીએ.

12. રાજલ બારોટ- હું આ વખતે નવરાત્રિમાં અમદાવાદ સહિત મહેસાણા, ઊંઝા, ગાંધીનગર અને હિમ્મતનગર વગેરે જેવા વિવિધ સ્થળોએ ગરબા પર્ફોર્મ કરવાની છું.

Download Our B K News Today App



Related News