અમેરિકામાં ગુજરાતી 'હીરા વેપારીએ ભાઈઓને આપવાં પડશે 20,000 કરોડ, 21 વર્ષ બાદ ચુકાદો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 17:10:13
  • Views : 120
  • Modified Date : 2024-03-02 17:10:13

ભારતીય મૂળના ઉદ્યોગપતિ હરેશ જોગણીને પાંચ મહિનાની સુનાવણી બાદ 21 વર્ષ જૂના જમીન વિવાદના કેસમાં હાર્યા બાદ નુકસાની તરીકે તેમના ચાર ભાઈઓ - શશીકાંત, રાજેશ, ચેતન અને શૈલેષ જોગાણીને 20,000 કરોડ રૂપિયાની રકમ અને સધર્ન કેલિફોર્નિયાની મિલકતના શેરને વિભાજિત કરવાનો આદેશ અપાયો છે. હરેશ જોગાણી એ પાંચ જોગણી બંધુઓમાંના એક છે, જે ગુજરાતમાંથી આવેલા જાણીતા હીરા વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોગણી પરિવારે ગુજરાતથી વેપારનો વ્યવસાય શરૂ કરીને યુરોપ, આફ્રિકા, મધ્યપૂર્વ અને ઉત્તર અમેરિકામાં ચોકીઓ સ્થાપી હતી. તેમના ભાઈ શશીકાંત જોગાણી  1969માં 22 વર્ષની ઉંમરે પ્રોપર્ટી ફર્મ શરૂ કરવા માટે કેલિફોર્નિયા ગયા હતા. ધંધામાં મોટું નુકસાન થયા બાદ, તેઓ હરેશ અને તેના અન્ય ભાઈઓ સાથે ભાગીદારીમાં કામ કરવા લાગ્યાં હતા અને ત્યાર બાદ ચારે ભાઈઓએ ભેગા થઈને 17,000 એપાર્ટમેન્ટ્સનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. શરુઆતમાં બધા ભાઈઓ વચ્ચે સારું ચાલ્યું હતું પરંતુ છેવટે હરેશે તેનો અસલી રંગ દેખાડ્યો હતો અને કંપનીમાંથી ભાઈઓને બહાર કરી દીધાં હતા અને તેમને પૈસા આપવાની ના પાડી હતી. 2003માં શશી જોગાણીએ આ કેસ દાખલ કર્યો હતો, જ્યારે હરેશે અન્ય ભાગીદારોને યોગ્ય વળતર આપ્યા વિના પેઢીમાંથી બહાર કાઢી મૂક્યા હતા. 2003નો દાવો લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે પાંચ જજોએ હરેશને દોષી ઠેરવ્યો હતો અને તેમને ભાઈઓને 20,000 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો હતો.  ભાઈઓ અને હરેશ વચ્ચે કોઈ લેખિત કરાર થયો ન હતો, પરંતુ જ્યુરીએ તેને દોષી ઠેરવ્યો હતો, એમ માનીને કે તેમણે મૌખિક કરારનો ભંગ કર્યો છે. હીરાના વેપાર અને ગુજરાતીઓ બંનેમાં મૌખિક કરારનો રિવાજ છે તેવી જુબાની સાંભળ્યા પછી જજો ચુકાદા પર પહોંચ્યા હતા. હરેશ જોગાણીએ દલીલ કરી હતી કે લેખિત કરાર વિના, તેમના ભાઈઓ તેમની સાથે ભાગીદારી હોવાનું સાબિત નથી કરી શક્યાં જોકે તેમની આ દલીલ ન ચાલી. હરેશ જોગાણી પર આરોપ છે કે તેમણે તેમના ભાઈઓને યોગ્ય વળતર આપ્યાં વગર કંપનીના મેનેજમેન્ટમાં હાંકી કાઢ્યાં હતા. 

Download Our B K News Today App



Related News