ગુજરાતી દંપતીને ઈરાનમાં બંધક બનાવી ક્રુરતાથી માર મારવાની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 14:17:28
  • Views : 108
  • Modified Date : 2023-06-20 14:17:28

અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને એજન્ટ મારફતે હૈદરાબાદથી ઈરાન મોકલવામાં આવ્યો હતો. ઈરાન પહોંચતા જ કોઈક દ્વારા યુવકને બંધક બનાવી તેનુ અપહરણ કરવામાં આવે છે અને ઢોર માર મારી રૂપિયાની માગણી કરવામાં આવે છે. આ કેસમાં હવે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં FIR મુજબ ફરિયાદીનું કહેવુ કે એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે. FIR મુજબ અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.આ છે FIRએફઆઈઆર મુજબ મુળ મહેસાણાના અને હાલ અમદાવાદમાં રહેતા સંકેત ભરતકુમાર પટેલનો ભાઈ પંકજ અને પંકજની પત્નિ નિશાબેન અમેરિકા જવા માગતા હતા જેમણે એજન્ટ પિન્ટુ ગૌસ્વામી અને અભય રાવલના સંપર્કથી હૈદરાબાદ અને ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતા. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવકને ક્રુરતાની તમામ હદો વટાવી માર મારતો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમજ એજન્ટ દ્વારા ફરિયાદીને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે તેમને સુરક્ષિત પહોંચાડી દેવામાં આવશે પરંતુ તેમ થયું ન હતું.અમેરિકા જવા નીકળેલ યુવક પંકજ પટેલને કેટલાક લોકો બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા મારી રહ્યા હતા. વીડિયોમાં યુવક તાત્કાલિક પૈસા મોકલી આપવાની માગણી કરી હતી. પૈસા માટે યુવકને હૈવાનિયતની તમામ હદો વટાવી માર મારવામાં આવ્યો હતો. યુવકને બાંધી તેના સમગ્ર શરીર પર બ્લેડથી ઘા મારતા હોય તેવો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. યુવકને માર મારી માનસિક રીતે તોડી નાખવામાં આવે છે. યુવક પાસે પૈસા માગતો વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. યુવક પરિવારને આજીજી કરી રહ્યો છે કે તાત્કાલિક પૈસા મોકલો. 15 લાખ જેવી રકમની માગ કરવામાં આવી રહી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News