ભીલડી ગામના વતની અને ગુજરાતી અભિનેતા ચંદ્રકાન્ત પંડયાની મુંબઈમાં 78 વર્ષે નિધન થતા તેમના વતન ભીલડીમા ભારે શોકની લાગણી પ્રસરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:25:31
  • Views : 478
  • Modified Date : 2021-10-22 11:25:31

 

ડીસા તાલુકા ના ભીલડી ગામના વતની અને છેલ્લા 50 વર્ષ થી મુંબઇમાં સ્થાઇ થયેલ ગુજરાતી અભિનેતા ચંદ્રકાંતભાઈ પંડ્યાનુ 78 વર્ષે મુંબઇ ખાતે નિધન થતા તેમના ચાહત વર્ગમાં ભારે આધાતની લાગણી છવાઇ છે...રંગમંચથી કેરીયરની શરૂ કરી હતી અને ગુજરાતી ફિલ્મોમાં સ્થાન જમાવ્યુ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે અસંખ્ય ફિલ્મો કરી છે જેમા માનવીની ભવાઇ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે..મહીયરની ચુંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ રહી છે..રામાયણમાં નિષાદ રાજની ભુમિકાએ તેમને સમગ્ર દેશમાં ખ્યાતી અપાવી છે.. ઉપરાંત તેમને હિન્દી સિરીયલો અને આઠ જેટલી હિન્દી ફિલ્મો પણ કરેલી છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેમને બાબલાભાઇ કહીને સૌ કોઈ બોલાવતા હતા..ચંન્દ્રકાંત પંડ્યા (બાબલા) પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મો, રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે.

Download Our B K News Today App



Related News