પરીક્ષા સુધારા માટે ગુજરાત યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:25:29
  • Views : 476
  • Modified Date : 2019-04-18 06:25:29

ગુજરાત સમાજની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ ડાp. હિમાંશુ પંડ્યાની અધ્યક્ષતામાં પરિક્ષા સુધારણા માટેની સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપકુલપતિ ડાp. જગદીશ ભાવસાર, સિન્ડીકેર સભ્યો દિગ્વીજયસિંહ ગોહિલ, પંકજ શુક્લ, નીરજા અરૂણ, રૂતેજ શાહ,  આર્ટસ ફેકલ્ટી ના ડીન પી.પી. પ્રજાપતિ, પી.એન. ગજ્જર, પરિક્ષા ઈન્ચાર્જ કલ્પેનવોરા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત  રહ્યા હતા. રાજ્યમાં ૨૩ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજનાર હોઈ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વની પરિક્ષાઓ ૧૨ એપ્રિલ પહેલા ત્રણ તબક્કામાં સંપન્ન કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સુધારણાના ભાગરૂપે અત્યારે એકજ દિવસમાં ત્રણ શેસનમાં પરિક્ષા લેવામાં આવે છે. અગાઉ ત્રણ કલાકનો સમય પરિક્ષા માટે ફાળવવામાં આવતો હતો. અત્યારે અઢી કલાકનો સમય અને ૭૦ ગુણનું પ્રશ્નપત્ર રખાયેલ છે. પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરિક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેન્દ્રનો આગ્રહ રખાયો છે. જેને પરિણામે ચોરી કેસનું પ્રમાણ પણ ઘટ્યું છે. પરીક્ષા સુધારણા સમિતિની બેઠકમાં ચર્ચામાં આવેલા મુદ્દા અંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડાp. જગદીશ ભાવસારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુનિવર્સિટી પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ પરીક્ષા દરમિયાન ધ્યાન પર આવેલા પ્રશ્નો અને સુધારણાની બાબતો કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી સમયમાં પરિક્ષા, પરિણામને વધુ સુચારુ કરવા ચર્ચાઈ હતી. 


Download Our B K News Today App



Related News