કોરોનાના 14 દર્દી સહિત અગ્નિકાંડે 26નો જીવ લીધો, ઓનલાઇન શિક્ષણે વાલી-વિદ્યાર્થીઓની માનસિક-આર્થિક સ્થિતિ બગાડી, સુનિતા યાદવથી લઈ MP-MLA આવ્યાં વિવાદમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 10:59:06
  • Views : 273
  • Modified Date : 2020-12-28 10:59:06

    કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયા માટે વસમું સાબિત થયેલા વર્ષ 2020ની વિદાય આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સૌકોઈ વર્ષ 2020માં જીવનમાં અને દેશ-દુનિયાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યુંનાં લેખાંજોખાં કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત માટે આ વર્ષ કોરોનાના હાહાકારની સાથે સાથે અગ્નિકાંડોને લઈ પણ ઘણું કપરું રહ્યું છે તેમજ આ વર્ષ દરમિયાન રાજ્યમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે, જેણે લોકોમાં ખૂબ ચર્ચાઓ જગાવી હતી. આજે 2020માં બનેલી આવી જ કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ અંગે DivyaBhaskar તમને જણાવી રહ્યું છે.

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયરફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICUમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.8 સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડે કોરોના વોર્ડમાં ફસાયેલા કોરોનાના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જાનહાનિ ટળી હતી.

    રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. ત્યાર બાદ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.4 નવેમ્બરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી, જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં હતા, જેમાં એક દંપતીનું મોત થતાં તેનાં દીકરો-દીકરી અનાથ થઈ ગયાં છે.


    ગુજરાતમાં કોરોનાને કારણે 19 માર્ચથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, જેને કારણે ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. ગામડામાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમ છતાં જબરદસ્તીથી ભણાવવામાં આવે તો શિક્ષકો સાથે વાલીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે. ગામડાંમાં રહેલા વાલીઓ કહે છે કે બાળકો મોબાઇલ કે ટીવીમાં ભણતાં નથી. તેમને તેમની આંખો બગડે એની ચિંતા છે. ગામડાંમાં રહેતા ગરીબ કે સાધારણ સ્થિતિના વાલીઓની એવી પણ ફરિયાદ છે કે અત્યારની સ્થિતિમાં ખાવાના પૈસા નથી ત્યાં આવા મોબાઈલ અને ઈન્ટરનેટના ખર્ચા કેવી રીતે પોષાય. આવી રીતે ભણાવવાથી કઈ બાળકોનું ભવિષ્ય બનવાનું નથી. બાળકો પણ કહે છે કે ઓનલાઇન શિક્ષણ ગમતું જ નથી.10 ઓગસ્ટે રાજકોટમાં માસ્ક મુદ્દે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પોલીસે અટકાવતા તકરાર થઇ હતી. રવીન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજાએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેવામાં રાજકોટમાં માસ્ક મુદ્દે અટકાવતા રવીન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. રિવાબા જાડેજા પણ સાથે હતા. જો કે ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

    લોકડાઉન પહેલા રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી. આ તારીખો જાહેર થતાં અને રાજ્યમાં ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું રાજકારણ શરૂ કરવામાં આવતા જ પ્રદેશ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભાજપના તોડજોડના રાજકારણથી બચાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરના શિવ રિસોર્ટમાં સુરક્ષિત રાખવા(ભાજપથી બચાવીને રાખવા)માં સફળ રહી હતી. પરંતુ ચૂંટણી રદ થઈને જ્યારે જૂનમાં યોજાઈ ત્યારે ધારાસભ્યોને સાચવવા માટે સૌરાષ્ટ્રનાં 18 ધારાસભ્યોને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ધારાસભ્યોને ગઢડા અને ધારી લઈ જવાયા હતા.21-22 ઓગસ્ટે સી.આર.પાટીલે સૌરાષ્ટ્રમાં અનેક રેલી યોજી હતી. આ રેલીમાં જોડાયેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી અભય ભારદ્વાજનું કોરોનાથી મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા હતા.

    ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં હતા. જેમાં લખ્યું હતું કે, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ત્યાર બાદ તાજેતરમાં લવ જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું કે, રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.

    30 સપ્ટેમ્બરે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલક મંડળ અને વાલી મંડળ સાથે બેઠક કરી વાલીઓને ફીમાં 25%ની રાહત આપી હતી. જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો. તેમજ વાલી મંડળે સરકારના નિર્ણયની હોળી કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલકોને સાચવી લીધા છે. તે સાથે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી માંગ 50 % ફી માફીની હતી. પણ રાજ્ય સરકારે તે સ્વીકારી નથી. ખાનગી શાળાના સંચાલકો પહેલેથી 25 % ફી માફની જાહેરાત કરી હતી. આમ વાલીઓની રજૂઆત તો સરકારે સાંભળી જ નથી અને સંચાલકે જે રજૂઆત કરી હતી તે સરકારે સ્વીકારી હતી.વિવાદિત નિવેદનો માટે જાણીતા વાઘોડિયાના બાહુબલી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વર્ષે પણ વિવાદો કર્યા છે. કોરોનામુક્ત થયા બાદ 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો હતો અને કોરોનાની ગાઇડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં એવું ક્યાંય લખ્યું છે કે પોતાના મંદિરની અંદર મોઢું બાંધીને પૂજા કરવી ? આ માટે કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી.


    ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં હતા. જેમાં લખ્યું હતું કે, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ત્યાર બાદ તાજેતરમાં લવ જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું કે, રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.

    `અમદાવાદમાં 23 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી જગન્નાથ રથયાત્રા 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મહામારી કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં હતા.







Download Our B K News Today App



Related News