ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોને સીધા જ મેન્ડેડ આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 13:57:39
  • Views : 552
  • Modified Date : 2019-09-23 13:57:39

કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે રાધનપુર અને બાયડ બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી હતી. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ચૂંટણીમાં મેદાને ઉતારવા મુરતિયાઓની શોધખોળ આદરી છે. આ વખતે કોંગ્રેસ ઉમેદવારોને સીધા જ મેન્ડેડ આપી દેશે. વિરોધ વંટોળ ન થાય તે માટે કોંગ્રેસે આ સ્ટ્રેટરજી અપનાવવા અકિલા નક્કી કર્યું છે. આ વખતે કોંગ્રેસે છ બેઠકોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે.    આ ઉપરાંત પ્રત્યેક કનિદૈ લાકિઅ બેઠક પર એક સિનિયર નેતાને જવાબદારી સોંપી છે. ધારાસભ્યોને પણ ચૂંટણીલક્ષી કામગીરી અપાઈ છે. ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે કોંગ્રેસ હાઇકમાન્ડ કનિદૈ લાકિઅ ઉમેદવારની પસંદગી કરશે. છ બેઠકો પૈકી એક બેઠક પર એકાદ મહિલાને ચૂંટણીમાં મેદાને ઉતારે તો નવાઈ નહિ. કોંગ્રેસે ઉમેદવારોને લઈને અંદરખાને કનિદૈ લાકિઅ સેન્સ મેળવી લીધી છે. એટલે અંદરોઅંદર વિખવાદ ન થાય તે માટે ઉમેદવારોને સીધે જ મેન્ડેડ આપી દેવાશે.

Download Our B K News Today App



Related News