ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, 8 ડિસેમ્બરે પરીક્ષા યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 16:34:01
  • Views : 308
  • Modified Date : 2020-11-09 16:34:01

          ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, લૉ, એજ્યુકેશન અને સાયન્સની યુજી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષા 8 ડિસેમ્બરથી શરુ થવાની છે. આ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા માટે ભરવાની થતી ફી સાથેની યાદી પણ જાહેર કરી છે. યુનિવર્સિટીએ જાહેર કરેલી યાદી પ્રમાણે 21મી નવેમ્બર સુધીમાં ફોર્મ અને ફી વિદ્યાર્થીઓએ જમા કરાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓ 21 નવેમ્બર સુધી ફી નહીં ભરે તેઓએ 27 નવેમ્બર સુધીમાં 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ અને ફી જમા કરાવવાની રહેશે.આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ગત સેમેસ્ટરમાં ફી ભરીને મેરીટ પ્રમોશન બેઝથી પાસ થયાં હોય તેઓને આ ફી મજરે મળશે અને ફોર્મ ફી પેટે માત્ર 25 રૂપિયા જ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ કોલેજમાંજ ભરવાનાં રહેશે. કોલેજો તરફથી કોઈપણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે યુનિવર્સિટીમાં નહીં મોકલવા યુનિવર્સિટીએ યાદીમાં જણાવ્યું છે. કોલેજ તરફથી જ તમામ ફોર્મની ચકાસણી કરીને પછી યુનિવર્સિટીમાં મોકલવાના રહેશે. કોલેજની ઈન્ટરનલ પરીક્ષા અનુકૂળતા પ્રમાણે પરીક્ષાના પાંચ દિવસ પહેલાં પુરી કરવા કોલેજોને ખાસ સૂચના આપવામાં આવી છે

Download Our B K News Today App



Related News