ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:56:47
  • Views : 257
  • Modified Date : 2021-11-28 12:56:47

 

આજરોજ ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ડીસા એક લવ્ય યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં તમામ જગ્યાઓ પર સૌથી વધુ લોકપ્રિય રમત હોય તો તે ક્રિકેટ છે ખાસ કરીને અત્યારે દરેક સમાજ ના લોકો પોતાના સમાજમાં રહી સંગઠન મજબૂત કરે તે માટે વિવિધ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહી છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી દરેક સમાજમાં દરેક યુવા વર્ગ એક સાથે ક્રિકેટની રમત રમી સમાજને સંગઠિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસાના સ્પોર્ટ કલબ ખાતે પણ ડીસા ખાતે કાર્યરત એક લવ્ય યુવા ગ્રુપ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ મેદાન ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ મેચમાં ગુજરાત અને રાજસ્થાનમાં થી આદિવાસી સમાજની ૨૩ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સુંદર વાતાવરણમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News