ગુજરાતનું ચોમાસું વિદાય ભણી, 121 ટકા વરસાદથી ડેમો છલકાયા, કપરાડામાં સૌથી વધુ 147 ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 16:29:37
  • Views : 339
  • Modified Date : 2019-09-15 16:29:37

આ વર્ષે ચોમાસુ ગુજરાત માટે આશીર્વાદરૂપ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ હવે ચોમાસું તેના અંતિમચરણમાં છે. ગુજરાતમાં સિઝનનો 121 ટકા વરસાદ વરસતા રાજ્યના મોટાભાગના ડેમો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આકંડા પર નજર કરીએ તો રાજ્યના 9 તાલુકામાં સિઝનનો 100 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 147 ઇંચ વરસાદ નોંધાયો છે.ઝોન મુજબ કચ્છમાં 142% અને ઉત્તર ગુજરાતમાં 94% વરસાદગુજરાતમાં ઝોન મુજબ વરસાદ પર નજર કરીએ તો કચ્છમાં સૌથી વધુ 142 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 133 ટકા, સૌરાષ્ટ્રમાં 121 ટકા, મધ્ય ગુજરાતમાં 112 ટકા અને ઉત્તર ગુજરાતમાં 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News