ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્યની હોકી સ્પર્ધા યોજાઇ : ગુજરાતમાંથી 20 ટીમોએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-13 12:16:21
  • Views : 218
  • Modified Date : 2021-11-13 12:16:21

 

આજરોજ ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્યની હોકી સ્પર્ધા યોજાઇ હતી.હોકીને ભારત દેશની રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષે સમગ્ર ભારતભરમાં યોજાતી હોકીની સ્પર્ધા થકી રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવે છે ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી આજે સમગ્ર વિશ્વભરમાં રમાઈ રહી છે અને અવારનવાર યોજાતી રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધામાં ભારત દેશના અનેક રમતવીરો ભાગ લઇ દેશનું નામ રોશન કરતા હોય છે. ત્યારે આજે ડીસાના સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે પણ પરાગભાઈ ત્રંબકલાલ પટેલ રાજ્ય હોકી ટૂર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતુ.આ હોકી સ્પર્ધામાં ગુજરાત માંથી ભાઈઓની 20 ટીમોએ ભાગ લઈ પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવી ખેલદિલી પૂર્વક હોકીની સ્પર્ધામાં ભાગ લીધો હતો.સૌ પ્રથમ સરદાર પટેલ મેદાન ખાતે મશાલ નિકાળવામાં આવી હતી.જે બાદ ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે શાળાના ટ્રસ્ટી ત્રંબકલાલ જે પટેલ, એન.એચ.શાહ, રાજુભાઈ પટેલ, દિવ્યભાઈ પટેલ, ડી પી ભીમાણી, અરણીકભાઈ પટેલ, પ્રિતેસભાઈ શાહ સહિત અનેક મહાનુભાવોએ ખેલાડીઓને બિરદાવ્યા હતા.

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા દ્વારા આજે ગુજરાત રાજ્ય હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા આજે ગુજરાત રાજ્યમાંથી ભાઈઓની 20 જેટલી ટિમોએ ભાગ લીધો હતો.જેમાં બનાસકાંઠા જિલ્લાની ટીમે પણ ભાગ લઈ પ્રથમ મેચ સુરત સામે 2-7 થી વિજય મેળવ્યો હતો. હોકીના ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમને બિરદાવવામાં આવ્યા હતા ત્યારે હજુપણ આગામી સમયમાં ત્રણ દિવસ સુધી ચાલનારી આ હોકી સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાની ટીમ વિજેતા બનશે તેવું બનાસકાંઠા હોકી ટીમના કેપ્ટને જણાવ્યું હતું..

 

Download Our B K News Today App



Related News