પાટણ જિલ્લો ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૫.૦૩ ટકા સાથે રાજ્યમાં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 12:19:08
  • Views : 402
  • Modified Date : 2019-05-26 12:19:08

પાટણ જિલ્લામાં માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ શનિવારના રોજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું . જેમાં પાટણ  જિલ્લો  ૮૫.૦૩    ટકા  સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા  સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓનું ગૌરવ વધ્યુ હતું. રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં પાટણ જિલ્લામાં લેવામાં આવેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની   પરીક્ષામાં જિલ્લામાં કુલ ૬૭૦૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૬૬૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શનિવારે રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં લેવામાં આવેલી ધોરણ ૧૨ ની પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાટણ જિલ્લો ૮૫.૦૩ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા જિલ્લાના વિદ્યાર્થીઓએ અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા હતા. ગત વર્ષની સરખામણીમાં પરિણામ વધ્યું હતું. જાહેર કરવામાં આવેલ પાટણ જિલ્લાના ધોરણ  ધો.૧૨ સામાન્ય પ્રવાહના  પરિણામમાં એ ૧ ગ્રેડમાં  ૪,  અને એ ૨ ગ્રેડમાં ૧૫૨  વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.


Download Our B K News Today App



Related News