ગુજરાતમાં દરરોજ 20 નવજાત શિશુના મોત બાબતે વિધાનસભામાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 15:07:41
  • Views : 326
  • Modified Date : 2020-03-03 15:07:41

વર્તમાન સમયમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 બાળકનો જન્મ થયો હતો અને તેમાના 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. તેમાં પણ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. આમ મોતને ભેટેલા આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. જે મામલે વિધાનસભામાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા.આમ અમદાવાદ જિલ્લામાં 45 બાળકોને કેન્સર અને 199ને હ્રદયની બીમારી જોવા મળી હતી. જ્યારે તેમની આરોગ્ય તપાસ દરમિયાન અમદાવાદ જિલ્લામાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે તેની સામે હોસ્પિટલોમાં 158 જગ્યા ખાલી જેમાં અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માં થી 158 જગ્યાઓ ખાલી પડી છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે. યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News