ગુજરાત રાજ્યની વિવિધ આર.ટી.ઓ કચેરીઓમાં કર્મચારીઓની 35 ટકા જગ્યા ખાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 10:41:18
  • Views : 337
  • Modified Date : 2020-03-05 10:41:18

રાજ્યભરની તમામ આરટીઓ કચેરીઓમાં વાહનચાલકોને ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી ડોક્યુમેન્ટ ચકાસણીથી લઈને મંજૂરી સુધીની કાર્યવાહી કરવાની હોય છે.આ પ્રક્રિયામાં પૂરતા કર્મચારીઓ હોવા આવશ્યક છે.આવા સંજોગોમાં રાજ્યની આરટીઓ કચેરીઓમાં 35 ટકા કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી વાહનચાલકોના કામ સમયસર પૂરા થવામાં વિલંબ થાય છે.જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પૂછેલા આરટીઓ સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબમાં એવી માહિતી બહાર આવી છે કે આરટીઓમાં 1222 જગ્યા ભરાયેલી છે અને 726 કર્મચારીની જગ્યા ખાલી છે. આમ રાજ્યમાં દિવસે ને દિવસે વાહનો વધી રહ્યા છે. ત્યારે વાહનચાલકો માટે આરટીઓ કચેરીની કામગીરી ઝડપી થાય તે અત્યંત આવશ્યક બની ગયું છે.આવા સંજોગોમાં આરટીઓ કચેરીનું સંચાલન કરતા કર્મચારીઓની સંખ્યા પૂરતી હોવી ફરજિયાત જેવું હોવું જોઈએ પણ વિધાનસભાના પ્રશ્નોમાંથી જે માહિતી બહાર આવી છે. તેમાં રાજ્ય સરકાર આરટીઓ કચેરીમાં કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે ઓરમાયું વર્તન દાખવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં 1222 કર્મચારીઓની જગ્યા ભરેલી અને 726 કર્મચારીઓની ખાલી જગ્યા હોવાથી 35 ટકા ખાલી જગ્યા હોવાનું બહાર આવ્યું છે. આમ અમદાવાદની આરટીઓ કચેરીમાં સૌથી વધુ 97 જગ્યા ભરવાની બાકી છે.ત્યારે આરટીઓ કચેરીમાં કર્મચારીઓની ભરાયેલી જગ્યાની સામે ખાલી જગ્યાની સરખામણી કરીએ તો સૌથી વધારે અમદાવાદની આરટીઓમાં 195 જગ્યા ભરાયેલી છે. જ્યારે 97 કર્મચારીની જગ્યા ખાલી છે.સુરતમાં 97 જગ્યા ભરેલી છે તેની સામે 67 કર્મચારીની જગ્યા ખાલી છે.વડોદરામાં 65 જગ્યા ભરાયેલી છે તેની સામે 56 જગ્યા ખાલી છે.બનાસકાંઠામાં 81 જગ્યા ભરાયેલી છે તેની સામે 48 ખાલી જગ્યા છે.કચ્છમાં 53 જગ્યા ભરાયેલી છે તેની સામે 48 ખાલી છે. રાજકોટમાં 56 જગ્યા ભરાયેલી છે તેની સામે 47 ખાલી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News