ગુજરાત વિધાનસભાના સત્રમાં નવા વિધેયક અને સુધારા વિધેયક રજૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 18:25:53
  • Views : 310
  • Modified Date : 2019-11-13 18:25:53

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 9થી 11 ડિસેમ્બર સુધી મળવા જઈ રહ્યું છે. ત્યારે આગામી  ત્રણ દિવસના આ સત્રમાં કેટલાક નવા વિધેયક અને સુધારા વિધેયક રજૂ થશે. જે  સત્ર દરમિયાન પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે. તેમજ તે પછી વિવિધ વિધેયકો અને પ્રસ્તાવો પર બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આ  ઉપરાંત બંધારણ દિવસ અંગે પણ ખાસ પ્રસ્તાવ રજૂ થશે. આ સિવાય ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અને મંદી-મોંઘવારીના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News