ડીસાની જનરલ હોસ્પિટલ "લક્ષ્ય સર્ટીફિકેટ" ધરાવતી ગુજરાત સરકારમાં બીજા નંબરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 11:55:09
  • Views : 694
  • Modified Date : 2019-08-19 11:55:09

ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સમંવયે બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, સીઝેરીયન દર ઘટાડવો તેમજ તમામ માતાઓને સન્માનીય રીતે વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ કાર્ય સિધ્ધ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ દ્વારા લક્ષ્ય પ્રોગ્રાજની શરુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત નવેમ્બર મહિનામાં હોસ્પિટલ ખાતે હોસ્પિટલની ટીમ દ્વારા ઈન્ટરનલ એસેસમેન્ટ કરવામાં આવેલ અને અધીક્ષક ડો.અરવિંદ પરમારના સહયોગ તેમજ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મયુરભાઈ ચૌધરીના સઘન પ્રયત્નોથી જનરલ હોસ્પિટલ ડીસાના તમામ સ્ટાફ દ્વારા લક્ષ્ય સર્ટિફાઈડ કરાવવાનો નિર્ઘાર કરવામાં આવ્યો. અને જેમાં જીલ્લા કક્ષાએ થી નિરીક્ષણ ક્વોલીટી મેડિકલ ઓફીસર ડો.મુકેશ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ અને જેમાં ૯૦% માર્ક્સ મળેલ જેથી આ બાબતે ફરી સ્ટેટ કક્ષાએ થી લક્ષ્ય પ્રોગ્રામનું સંચલન કરતાં ડો.કાર્તિક શાહ  તથા તેમની ટીમ દ્વારા જનરલ હોસ્પિટલ ડીસાની રુબરુ મુલાકાત કરવામાં આવી. જેમાં પણ ૯૦% થી વધુ માર્ક્સ મળતા ગુજરાત સરકાર તરફથી ડીસા જનરલ હોÂસ્પટલને નેશનલ લેવલ માટે ક્વોલીફાઈડ કરવામાં આવેલ અને ત્યાર પછી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મયુરભાઈ ચૌધરી દ્વારા તમામ સ્ટાફની સતત તાલીમ અને માર્ગદર્શન આપવામાં અને તે પ્રમાણે સઘન મહેનતથી કામગીરી કરવામાં આવતા મે મહિનામાં દિલ્હી ખાતેથી ટીમ ડીસાની જનરલ હોસ્પિટલનું સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જનરલ હોસ્પિટલ ડીસાને "લક્ષ્ય સર્ટીફિકેટ"
આપવામાં આવ્યુ. જેથી ડીસાની જનરલ હોસ્પિટલ "લક્ષ્ય
સર્ટીફિકેટ" ધરાવતી ગુજરાત સરકારમાં બીજા નંબરે અને બનાસકાંઠાની પ્રથમ સરકારી તાલુકા લેવલની હોÂસ્પટલ છે. તેમજ દાતા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા પ્રશસનીય કામગીરી બદલ મયુરભાઈ ચૌધરીને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.


Download Our B K News Today App



Related News