ગુજરાત સરકાર ૭૫૧૨ પરપ્રાંતિયોનું રેલવે ભાડુ ચુકવવા જવાબદાર : હાઈકોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:36:48
  • Views : 404
  • Modified Date : 2020-05-25 11:36:48

અધિનિયમ હેઠળ કાયદો ફક્ત રજિસ્ટર થયેલ સ્થળાંતર કામદારોને લાગુ પડે છે અને તેવા કામદારો માત્ર ૭૫૧૨

કોરોના લોકડાઉનને કારણે ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને અન્ય રાજ્યમાં મોકલવાની રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરરોજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. વતન પરત ફરતા પરપ્રાંતિય કામદારોને ભાડાની ચૂકવણી નહીં કરવાના ભારે વિવાદ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય દ્વારા નોંધાયેલી નોંધ મુજબ ગુજરાત સરકારે અન્ય રાજ્યોના કુલ ૨૨.૫ લાખ કામદારોમાંથી ૭૫૧૨નું જ ભાડું ચૂકવવા માટે જવાબદાર છે તેવું જણાવ્યુંહતું. સરકારની નોંધ લીધા પછી, હાઈકોર્ટે શનિવારે આદેશમાં જણાવ્યું કે, રેલ્વે અધિકારીઓ દ્વારા પરપ્રાંતિય કામદારોના પરિવહન માટે લેવામાં આવતા મુસાફરી ખર્ચ અમુક રાજ્યો, એનજીઓ, નોકરીદાતાઓ અને સ્વૈÂચ્છક સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવે છે, જે કરવામાં આવ્યું નથી. અમે આ રેલવે અધિકારીઓને પરપ્રાંતિય મજૂરોના વન-વે ચાર્જ માફ કરવા અથવા વૈકÂલ્પક રીતે રાજ્ય સરકારને આવા ખર્ચ ભોગવવા માટે સૂચન કરીએ છીએ. બીજી તરફ અન્ય લોકોને ચૂકવણી ન કરવા પર રાજ્ય સરકારે આંતરરાજ્ય સ્થળાંતર કરનાર કામદાર અધિનિયિમ ૧૯૭૯નો સંદર્ભ આપીને દાવો કર્યાે કે આ કાયદો ફક્ત રજિસ્ટર થયેલ સ્થળાંતર કામદારોને લાગુ પડે છે અને તેવા કામદારો માત્ર ૭૫૧૨ છે. સરકારે જણાવ્યું કે, આંતરરાજ્ય સ્થળાંતર કરનાર કામદાર અધિનિયમ ૧૯૭૯ની જાગવાઈઓ એક્ટ હેઠળ નોંધાયેલા સ્થળાંતર કામદારોને લાગુ પડે છે.

Download Our B K News Today App



Related News