ગુજરાતની એકમાત્ર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જ્યાં રખાય છે બે વેકેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:39:12
  • Views : 356
  • Modified Date : 2022-03-17 11:39:12

આજે આપણે એક એવા .પી.એમ.સી. વિષે વાત કરીશું કે જ્યાં વર્ષ દરમ્યાન એક નહીં પરંતુ બે વાર વેકેશન પડે છે.. માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશનની સાથે સાથે હોળીનું પણ વેકેશન પડે છે.. અહી હોળીનું વેકેશન કેમ પડે છે તેની સાથે શું વાત જોડાયેલી છે.. તે જાણવા માટે જુઓ અમારો અહેવાલ...

 

 

રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ... બનાસકાંઠા જિલ્લામાં આવેલી બજાર સમિતિમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહત્વની બજાર સમિતિ માનવામાં આવે છે.. ડિસનું માર્કેટ યાર્ડ રાજસ્થાનની સરહદને અડીને આવેલું હોવાના લીધે અહી રાજસ્થાની મજૂરો મોટી સંખ્યામાં મજૂરી માટે આવતા હોય છે.. અને રાજસ્થાનમાં હોળીનું મહત્વ ખૂબ હોવાના લીધે મજૂરો હોળીના તહેવાર દરમ્યાન પોતાના વતન જતાં રહેતા હોય છે.. ઉપરાંત જ્યારથી બજાર સમિતિની સ્થાપના થઈ છે ત્યારથી હોળીના આઠ દિવસના વેકેશનની પરંપરા ચાલી આવી છે.. અને તેના લીધે વેપારીઓ પણ આજના સમયમાં પણ હોળીના આઠ દિવસ સુધી માર્કેટમાં પોતાની પેઢી બંધ રાખતા હોય છે.. કારણ કે બજાર સમિતિના મજૂરો પોતાના વતન જતાં રહેતા હોવાથી બજારમાં કામકાજ ઠપ્પ થઈ જતું હોય છે.. અને તેના લીધે ડીસાની બજાર સમિતિ ગુજરાતમાં એકમાત્ર એવી બજાર સમિતિ છે કે જ્યાં વર્ષ દરમ્યાન બે-બે વાર વેકેશન રાખવામા આવે છે..

Download Our B K News Today App



Related News