ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર ડીસામાં તૈયાર થઈ ગયો છે આશરે 3.7 કિલોમીટર લાંબા બનેલા ઓવરબ્રિજથી ડીસામાં વધેલી ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:30:18
  • Views : 499
  • Modified Date : 2021-06-18 13:30:18

     બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે. આ ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે NHAI દ્વારા ફોર લેન એલિવેટેડ કોરિડોર પુલ બનાવવાનું આયોજન કરાયું હતું. ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે. ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજ અવ્વલ છે. કોરોનાની બંને લહેર છતાં યુદ્ધના ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજમાં 80 હજાર ઘન મીટર કોંક્રિટ વપરાયું છે.ડીસા શહેરની વધેલી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત નિવારવા માટે આ બ્રિજનું નિર્માણ કરાયું છે. આ બ્રિજથી મોટાં વાહનો સરળતાથી ડીસા શહેરને ડિસ્ટર્બ કર્યા વિના બારોબાર આવ-જાવ કરી શકશે.

 

Download Our B K News Today App



Related News