ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 14:54:14
  • Views : 874
  • Modified Date : 2019-08-09 14:54:14

રાજ્યમાં વિરામ બાદ આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આવતી કાલે અને 10 તારીખે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો નર્મદા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયુ છે. હવામાન વિભાગનું માનીએ તો અપર એર સરક્યુલેશનની અસરો ઘટના વરસાદનું જોર ઘટ્યું છે. જે બાદ બંગાળની ખાડીનું લો પ્રેશનર પણ ડીપ્રેશનમાં ફેરવાયુ. જેથી હવે આગામી 9મી ઓગસ્ટથી રાજ્યામાં સાર્વત્રિક વરસાદ વરસે એવું પ્રબળ અનુમાન છે. તો આગામી બે દિવસમાં રાજ્યમાં બફારાનું પ્રમાણ પણ વધશે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિશ્વામિત્રી નદીએ પણ રોદ્ર ધારણ કરી વડોદરા શહેરને ઘમરોળ્યું હતું. જ્યારે રાજકોટ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત લગભગ તમામ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જોકે છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું. પરંતુ તાજેતરમાં હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

Download Our B K News Today App



Related News