પાલનપુર ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ સંમેલન સંદર્ભે મિટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:17:27
  • Views : 239
  • Modified Date : 2022-03-14 12:17:27

પાલનપુર ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ સંમેલન સંદર્ભે મિટિંગ યોજાઈ

 

  ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આયોજીત પ્રથમ સ્નેહમિલન સંમેલન નકલંક ગુરુધામ હળવદ તા.મોરબી ખાતે રાખવામાં આવેલ જેને સૌના સાથ સહકાર અને સહિયારા પ્રયત્નોથી ભવ્ય સફળતા મળેલી.અને હવે આગામી બીજુ સ્નેહમિલન સંમેલન તથા દિનેશભાઈ અનાવાડીયા સાંસદ રાજ્યસભાનો સન્માન સમારંભ વિસનગર ખાતે આગામી તા. ૨૭-૦૩-૨૦૨૨ને રવિવારના રોજ સવારે -૦૦ કલાકે સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ હોઈ સંમેલનની ભવ્ય સફળતા માટે તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવા માટેની મીટિંગ તા.૧૩-૦૩-૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી શ્રી છાસઠ ગોળ પ્રજાપતિ છાત્રાલયના હોલમાં રાખવામાં આવેલ હતી.ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરતા પ્રદેશ કન્વીનર વાઘજીભાઈ પ્રજપતિએ પ્રજાપતિ સમાજની ઉત્પત્તિની વાત કરી શંકર,પાર્વતી અને પોઠીયાને યાદ કરેલ.ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાનો ચિતાર રજૂ કર્યો.અને આગામી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી અને વધારેમાં વધારે સંખ્યા સમેલનમાં આવે અને કાર્યક્રમને સફળ બનાવવા જણાવ્યું હતું. પ્રસંગે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા કચ્છ રાપર પ્રેદેશ કન્વીનર વાઘજીભાઈ પ્રજાપતિ, પાલનપુર પ્રદેશ કન્વીનર લાલજીભાઈ પ્રજાપતિ,સાંતલપુર મહિલા મોરચા પ્રમુખ તથા ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા મહિલા અધ્યક્ષ અલકાબેન બિ.પ્રજાપતિ,ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા ગુજરાત પ્રદેશ ઉત્તરઝોન મિડિયા સેલ કન્વીનર નટવરલાલ કે.પ્રજાપતિ થરા,લક્ષમણભાઈ પ્રજાપતિ પ્રમુખ .કાં.જિલ્લો,ઉમેશભાઈ વી.પ્રજાપતિ પ્રભારી .કાં.જિલ્લો વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન અશ્વિનભાઈ પ્રજાપતિ .કાં. જિલ્લા ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા યુવા પ્રમુખે કર્યું હતું.

Download Our B K News Today App



Related News