ડીસામાં હિન્દૂ યુવા વાહીની ગુજરાત પ્રદેશ દ્વારા ડીસામાં દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા ન વેચવા માટે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-31 12:51:17
  • Views : 204
  • Modified Date : 2021-10-31 12:51:17

 

હાલમાં હિન્દૂ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી આવી રહ્યો છે.ત્યારે સમયે લોકો દિવાળીના પર્વ નિમિત્તે ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય છે.દિવાળીના પર્વ નિમિત્તે લોકો સૌથી વધુ બજારોમાં ફટાકડાની ખરીદી કરતા હોય છે.વેપારીઓ પણ લોકો ફટાકડામાં આકર્ષાય તે માટે અલગ અલગ પ્રકારના ફાટકડાઓની ખરીદી કરતા હોય છે.ત્યારે હાલ બજારોમાં સૌથી વધુ દેવી-દેવતાઓ વાળા ફટાકડા વેપારીઓ વેચી રહ્યા છે.જેના કારણે હિન્દૂ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે.ત્યારે દિવાળીની બજારોમાંથી હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા જેવા કે લક્ષ્મીબોમ હનુમાનબોમ્બ અને બીજા અન્ય દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા બજારમાં વેચાય છે જે હિન્દુ ધર્મના વ્યક્તિઓનું તથા હિંદુ ધર્મના લોકોની લાગણીઓને દુભાવવાનો ષડયંત્ર ચાલે છે.ત્યારે ડીસાની બજારોમાં જે પણ  વેપારીઓ આવા દેવી દેવતાઓ વાળા ફટાકડા વહેંચી રહ્યા છે તેમની સામે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ભારતીય કાયદાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે હિન્દૂ યુવા વાહીની ગુજરાત પ્રદેશ દ્વારા ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News