ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-10 16:10:48
  • Views : 69
  • Modified Date : 2026-01-10 16:10:48

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ(LRD)ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરુ થઈ જશે. ત્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યે ડાઉનલોડ કરી શકશે.

13,591 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્ત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.

Download Our B K News Today App



Related News