સાફા બાંધીને MPની જાનમાં જોડાઈ ગુજરાત પોલીસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-02 15:24:40
  • Views : 104
  • Modified Date : 2023-06-02 15:24:40

 દાહોદ જિલ્લો સરહદી જિલ્લો છે. મધ્યપ્રદેશની બોર્ડર આવેલ હોઈ આસાનીથી દારુ ગાંધીના ગુજરાતમાં અનેક રસ્તાઓથી ધુસાડવામા આવે છે. પરંતુ જેવા બુટલેગરો સ્માર્ટ બની રહ્યા છે. તેવી પોલીસ પણ હવે સ્માર્ટ બની રહી છે. આવો એક જાણે ફિલ્મી કહાની હોય તેવી રીતે રાજયનો સૌથી મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવામા લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. જે બુટલેગર છેલ્લા 2007 થી પોલીસ ચોપડે 144 થી વધુ પ્રોહી  ગુન્હામાં નાસતો ફરતો પીદીયા રતના સંગાડીયા (સંગાડા) રહે. ગોવાળી પતરા તા-મેધનગર, જિલ્લો- ઝાબુઆ, મધ્યપ્રદેશ જેના ઉપર રુપીયા 10 હજારનુ રોકડ ઇનામ જાહેર કરેલ તે લગ્ન પ્રસંગમાં આવવાનો હતો જેની બાતમી એલસીબીને મળી હતી. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ કે ડી ડીડોર દવારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાના આધારે લગ્નમા જાનૈયાના રુપમાં તૈયાર થયા હતા. પોલીસે પણ માથે સાફા સ્થાનિક પહેરવેશ પહેરી જિલ્લાની પરંપરાગત ગત ડીજેના તાલે નાચતા નાચતા મોસ્ટ વોન્ટેડ બુટલેગર જયા છુપાયેલ હતો. તે જગ્યાએ પહોંચી ધેરો નાખ્યો હતો. બુટલેગર નાસવા જાય તે પહેલા જ આરોપીનો એમઓની વાત કરીએ તો પીદીયા સંગાડીયા મધ્યપ્રદેશ, રાજસ્થાન થી મોટા પાયે દારુનો જથ્થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પહોંચાડતો હતો. હાલ તો દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચએ દાહોદ જિલ્લા સહિત રાજયના અને મધ્યપ્રદેશનાં 144 થી વધુ ગુન્હા બહાર આવવા પામ્યા છે. ત્યારે હજી વધુ ગુન્હામાં વધશે તેમ જાણવા મળેલ છે. 

Download Our B K News Today App



Related News