ચાર રસ્તા પર પૈસા જ કમવા નહી ફરજ બજાવવા પણ ઉભી રહેતી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 17:54:10
  • Views : 400
  • Modified Date : 2020-04-09 17:54:10

પોલીસ માટે નાગરિકો દ્વારા છાસવારે અનેક પ્રકારની ટીપણીઓ થતી રહી છે. નજરે જોયુના હોય તો પણ દરેક નાગરીકોના મને મોટાભાગે પોલીસની છબી ખરડાયેલી જ જોવા મળે છે ત્યારે આવા લોકડાઉનના સમયમાં પોલીસની અનેક પ્રકારની સારી કહી શકાય તેવી છબીઓ જોવા મળી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી ઉપર અનેક વખત સવાલો ઉભા કરવામાં આવતા હોય છે. ત્યારે આજના દિવસોમાં ખરેખર પોલીસની છબી કઈક અલગ પ્રકારે ઉપસી આવી છે. જેમાં પોલીસ દ્વારા ચાર રસ્તા પર ફક્ત રૂપિયા કમાવવા ઉભી નથી રહેતી ભર ઉનારે ધોમધખતા તડકામાં નાગરીકોની સુવિધામાં પણ પોલીસ ઉભી રહેલી જોવા મળી છે. 



Download Our B K News Today App



Related News