શહેરો બાદ ગામડાંમાં પણ ભગવો લહેરાયો, 2015માં કોંગ્રેસ સાથે રહેલા પાટીદારો 2021માં ફરી ભાજપ સાથે, કોંગ્રેસના ગઢમાં પણ ગાબડાં પડ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-02 14:53:48
  • Views : 323
  • Modified Date : 2021-03-02 14:53:48

    ભરૂચ તેમજ મોડાસામાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે તેમ છતાં ઔવેસીની AIMIM પાર્ટીને એન્ટ્રી મળી નથી. ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

    જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ અગ્રેસર છે. ત્યારે પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. ઉત્તરગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે.

    2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યાં છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજીતરફ આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે.

    સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં AAPની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે "આપ" આગળ છે. બીજીતરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં "કમળ" ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યા છે.

Download Our B K News Today App



Related News