ગુજરાતમાં એક જ દિવસમાં 2.98 કરોડ રૂપિયાની ખાદીનું વેચાણ, 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 12:47:47
  • Views : 405
  • Modified Date : 2019-10-07 12:47:47

ગાંધી જયંતી પર રાજ્યના વિવિધ કેન્દ્રો પર માત્ર એક જ દિવસમાં રૂ. 2.98 કરોડની ખાદીનું વેચાણ થયું છે. જેમાં સૌથી વધારે 1.50 કરોડની ખાદીનું વેચાણ અમદાવાદમાં થયું છે. ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે લોકો ખાદીની ખરીદી કરે તે માટે ખાસ જાગ્રૂતી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેના કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીમાં ખરીદીમાં 40 ટકાનો વધારો થયો છે. ખાદીમાં વેરાયટી વધતા લોકો ખાદીની ખરીદી કરી.રાજ્યમાં ખાદીની ખરીદી માટે 1 નવેમ્બર સુધી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને અપાશે. હાથ વણાંટ અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ગાંધી જયંતી પર લોકો ખાદીની ખરીદી કરે તે માટે પ્રેરણા આપવા સુચના અપાઇ હતી. ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોના મતે, ખાદીમાં વેરાયટી વધતા લોકો ખાદીની ખરીદી કરી છે. પહેલા ખાદીમાંથી બનતા વસ્ત્રોની ડિઝાઇન બહું સમિત હતી. જેથી લોકોને પોતાની પસંદગીના વસ્ત્રો મળતા નહોતા. પરંતુ હવે ખાદીમાં ફેશનેબલ કપડા પણ મળી રહ્યાં છે. ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતી પર એક જ દિવસમાં 2.10 કરોડ જેટલું ખાદીનું વેચાણ થયું હતું. રાજ્યમાં બારડોલીમાં 10 લાખ, રોજકોટમાં 12 લાખ, પોરબંદરમાં 12 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે.મ્યુનિસિપલ સ્કૂલોના કર્મીઓએ 16 લાખની ખાદી ખરીદી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો અને કર્મચારીઓએ 16 લાખની ખાદીની ખરીદી કરી છે. શિક્ષણ સમિતીના અધિકારીઓના મતે, ગયા વર્ષે અમારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ 24 લાખની ખરીદી કરી હતી. જ્યારે આ વર્ષે અમારા કર્મચારીઓએ 16 લાખની ખરીદી કરી છે.

Download Our B K News Today App



Related News