ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે ઃ મંત્રી સૌરભભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 12:17:14
  • Views : 380
  • Modified Date : 2019-12-30 12:17:14

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.ઈ.બી. એન્જીનીયર્સ એસોસિયેશનનું ૨૬ મુ ત્રિવાર્ષિક અધિવેશન યોજાયુ હતુ. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તમામ એન્જીનીયર્સ અને કર્મચારીઓ સહિત સૌના ટીમ વર્કથી ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે. તેમણે કહ્યું કે ઉર્જાક્ષેત્રે દેશના સર્વોચ્ચ એવોર્ડ નં ૧ થી ૪ સુધીના પણ ગુજરાતને મળ્યા છે આવી જ્વલંત સિધ્ધિ બદલ મંત્રીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એન્જિનિયર્સ સહિત તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. મંત્રીએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આપેલ દરેક ટારગેટ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે.
મંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે ભુકંપ કે પુર-વાવાઝોડા જેવી આપતીના સમયે નિગમના સૌ એન્જિનિયર્સ સહિત સ્ટાફ દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવે છે જેની નોંધ રાષ્ટ્રીય કક્ષા સુધી લેવાઈ છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે નિગમ ના તમામ એન્જીનીયર્સ સહિત કર્મચારીઓ પોતાની ફરજ અને જવાબદારી સારી રીતે સમજી સમર્પિત ભાવે ફરજ બજાવે છે પરિણામે સિધ્ધિઓ મેળવી શકાય છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનુ એડવાન્સ પ્લાનિંગ
પણ બહુ જ સારુ હોય છે.  નિગમ દ્વારા રાજ્યભરમાં સરસ ઈન્ફાસ્ટ્રચર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવામાં આવે છે. ખેડૂતોને જરૂરી તમામ સહાય અને સહયોગ આપવા સરકાર કટિબધ્ધ છે. મંત્રીએ કહ્યું કે ગુજરાત ઉર્જા ક્ષેત્રે સશક્ત સ્ટેટ છે. ફાયનાન્સીયલ ડિસીપ્લીન સારી રીતે જાળવવામાં આવે છે જેથી પ્રજાને સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. તેમણે કહ્યું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ કંપનીઓ રાષ્ટ્રિય કક્ષાએ અગ્રેસર છે.
સ્પર્ધાના  આ યુગમાં બહુજ કાળજી અને જવાબદારીપૂર્વક પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે પ્રાઈવેટ વીજ કંપનીઓની તુલનામાં આપણી બહુ જ સારી સેવા-સુવિધાઓ આપીએ છીએ.  વીજ ગ્રાહકોની ફરીયાદોના નિવારણ માટે નિગમ દ્વારા સંનિષ્ટ પ્રયાસો કરવામાં આવે છે પરતુ તે સાથે નવીન શરૂઆત કરવામાં આવે અને એસ. એમ. એસ. થી ગ્રાહકને ફરિયાદના નિરાકરણ અંગે જવાબ આપવામાં આવે તો પ્રજા સાયે સારો સંપર્ક કેળવી શકાય અને નિગમની પ્રતિષ્ઠા
પણ વધે. આ અંગે સ્થાનીક
કક્ષાએ વિચારી સરસ કામગીરી થઈ શકે.  સોલાર ક્ષેત્રે આપણે નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યાં છે. સરકાર દ્વારા ૪૬ નવા સબ ડિવિઝન મંજુર કરવામાં આવ્યા છે. તેમજ ૧૫૭૫ જેટલી નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ ભરી દેવા અંગે પણ કાર્યવાહી હાથ ધરાશે. સારી કામગીરી બદલ નિગમના સૌ એન્જીનીયર્સ સહિત સ્ટારને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.
જી.ઈ.બી. એન્જીનીયર્સ એસોસીએશનના પ્રમુખ  ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું કે, આપણે સૌ સાથે મળી ગુજરાતના ઉર્જાક્ષેત્રને વધુ શ્રેષ્ટ અને પ્રેરણાદાયી બનાવીએ કુદરતી આપતીઓ સમયે પણ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડના સૌ એન્જીનીયર્સ સહિત તમામ સ્ટાફ તનતોડ મહેનત કરી વીજપુરવઠો પૂર્વવત કરે છે. તેમણે કહ્યું કે, એસોસીએશનના પ્રશ્નો પ્રત્યે સરકાર હમેશાં હકારત્મક અભિગમ રાખે છે. સમયની સાથે જરૂરી બદલાવ કરી પ્રજાને વધુ સારી રીતે મદદરૂપ થવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. જ્યોતિગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આમુલ પરિવર્તન આપ્યું છે. જેનાથી વિકાસકૂચને ઝડપી વેગ મળે છે. એમ પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું.
યુ.જી.વી.સી.એલના મેનેજીંગ ડિરેકટર મહેશ સિંધએ સૌ એન્જીનીયર્સ સહિત તમામ કર્મચારીઓને અભિનંદન
આપતા કહ્યું કે સૌના પ્રયાસોથી વીજ વ્યવસ્થા સારી રીતે જાળવી શકાય છે. દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત ને મળે તે આપણા સૌનું ગૌરવ છે. એમ જણાવતાં તેમણે કહ્યું કે આપણે હજુ પણ વધુ સારી વીજ સેવાઓ પ્રજાને આપી શકીએ છીએ. એનર્જી સેકટરમાં વિકાસ બદલ નિગમનાં સૌ અધિકારી, કર્મચારીઓને તેમણે અભિનંદન આપ્યા હતા.
પ્રારંભમાં એડીશનલ ચીફ એન્જીનીયર પાલનપુર એલ.એ. ગઢવીએ સ્વાગત પ્રવચન કરી કામગીરીની સંક્ષિપ્ત વિગતો જણાવી હતી. આ પ્રસંગે સેકરેટરી  જનરલ  દ્વારા જીબીઆનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.  તેમણે મંત્રી અને મહાનુભાવો દ્વારા જીબીયા-સોવિનીયર વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી
પરબતભાઈ પટેલ, એન્જીનીયર્સ એસોસીએશનના ઉપ પ્રમુખ એસ. એન. ખારોડ, જેટકોના મેનેજીંગ ડિરેક્ટર  વી.ડી. ચૌહાણ, કે.એમ. ભુવા, સેકરેટરી જનરલ વી.એમ.શાહ, જે.આર.શાહ, જિલ્લા ભાજપા મહામંત્રી અમૃતભાઈ દવે સહિત રાજ્યભરના વીજ કંપનીઓના જુનીયર એન્જીનીયરથી ચીફ એન્જીનીયર સુધીના ઈજનેરો તથા તેમના પરિવારજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News