પંકજકુમાર, મુકેશ પુરી, અનિલ મુકીમ, અરવિંદ અગ્રવાલ ગુજરાતના નવા ચીફ સેક્રેટરીની રેસમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 15:20:42
  • Views : 375
  • Modified Date : 2019-10-22 15:20:42

મુખ્યમંત્રી પછી જો કોઇ વધુ શક્તિશાળી વ્યક્તિ ગણાતી હોય તો તે ગુજરાતના ચીફ સેક્રેટરી છે. હાલના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વય નિવૃત થયા છે પરંતુ તેઓને છ મહિનાનું એક્સ્ટેન્શન અપાયું છે જેની મુદત પણ 30 નવેમ્બરે પૂરી થઈ રહી છે.સામાન્ય રીતે ચીફ સેક્રેટરીને ત્રણ ત્રણ મહિનાના એકથી બે વખત એક્સ્ટેન્શન અપાતા હોય છે પરંતુ હાલના ચીફ સેક્રેટરીને એક સાથે જ છ મહિનાનું એક્સટેન્શન આપી દેવાયું હતું. જેથી હવે તેમને બીજી વખત તેમને એક્શન મળવાનું નથી.ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ હશે. તેની અટકળો સચિવાલયમાં થઈ રહી છે. સૂત્રો જણાવે છે કે સામાન્ય રીતે સરકારની ગુડબુકમાં હોય તેવા સિનિયર આઈએએસ અધિકારીઓ એટલે કે એડિશનલ ચીફ સેક્રેટરીને CSનું પદ અપાતું હોય છે. હાલમાં અરવિંદ અગ્રવાલ ગુજરાતના સિનિયર મોસ્ટ આઇ.એ.એસ અધિકારી છે. જોકે તેમની સામે એક કેસની ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તેમની શક્યતા ઓછી છે.ત્યારબાદ 1985ની બેચના સુજીત ગુલાટી પણ સિનિયર છે, પરંતુ તેઓ સરકારની ગુડબુકમાં આવતા નથી જ્યારે 1985ની બેચના અનિલ મુકીમ બધી રીતે પરફેક્ટ માનવામાં આવે છે પરંતુ તેઓ હાલ ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. આથી તેમને ફરીથી કેન્દ્રમાંથી હટાવીને ગુજરાતના નવા CS બનાવવા તેની વિચારણા પણ ચાલી રહી છે જ્યારે સિનિયર પૂનમચંદ પરમાર પણ આવતા વર્ષે નિવૃત્ત થઇ રહ્યા છે. સિનિયર આઈએએસ સંગીતા સિંઘ પણ 2020 માં જ નિવૃત્ત થવાના છે.ત્યારબાદ 1986 બેચના સંજય પ્રસાદ આવે છે પરંતુ તેઓ એગ્રેસીવ ન હોવાથી અને સીધા પડતા હોવાથી તેમને CS બનાવવામાં સરકારને કોઇ રસ નથી. તેમજ 1986 બેચના ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા પણ CSનું પદ મેળવવા માટે પોતાની શક્તિ લગાવી રહ્યા છે પરંતુ આનંદીબેન પટેલનો સિમ્બોલ લાગી ગયો હોવાથી તેમની શક્યતા જણાતી નથી. જ્યારે હાલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એડિશનલ ચીફ સેક્રેટરી 1986 બેચના આઇ.એ.એસ પંકજકુમારની શક્યતા વધુ જોવાઈ રહી છે. તેઓ પાસે વિવિધ ડિપાર્ટમેન્ટનો ખાસ્સો અનુભવ છેઅને વહીવટીતંત્ર પણ તેમની પકડ જોવા મળે છે. સરકાર અને વહીવટી તંત્રની વચ્ચે તેઓ સારી કામગીરી કરી શકવા માટે સક્ષમ છે. તેઓ કોઇ વિવાદમાં પણ આવતા નથી અને સરકારમાં તેમની છબી સારી છે.ઉપરાંત આ બધા કરતા થોડા જુનિયર ગણાતા 1988ની બેંચના તથા હાલમાં શહેરી વિકાસની જવાબદારી સંભાળી રહેલા આઈએએસ અધિકારી મુકેશ પુરીનું નામ પણ મુખ્ય સચિવના દાવેદારોની રેસમાં આગળ રહ્યું છે કારણ કે તેઓ પણ સરકારને વિશ્વાસમાં લઈને વહીવટીતંત્રમાં કામ કરવા માટે જાણીતા છે.આમ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને કેન્દ્રમાં કેટલાક આઇએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર જતા તેમજ અન્ય કેટલાક કારણો અને બાબતોને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતના મુખ્ય સચિવનું પદ મળી શકે છે. તેવા અધિકારીઓમાં સૌથી વધુ શક્યતા પંકજકુમાર તથા મુકેશ પુરીની છે. જો સરકાર ઈચ્છે તો સિનિયર મોસ્ટ કેવા અરવિંદ અગ્રવાલને નવા CSનું પદ આપી શકે છે.

Download Our B K News Today App



Related News