નીતિન પટેલની ધારાસભ્યોને ટકોરઃ લાખોનો પગાર છે છતાં મેડિકલ બિલ મુકો છો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 18:04:26
  • Views : 437
  • Modified Date : 2019-07-22 18:04:26


ગુજરાતના ધારાસભ્યો પ્રજાના પૈસે કેવી રીતે તાગડધિન્ના કરી રહ્યા છે તેનો એક આરટીઇમાં ખુલાસો થયો હતો. ગુજરાતના ધારાસભ્યોની તબીબ સારવારનો 2012થી 2017 સુધીનો ખર્ચ સામે આવ્યો હતો. એક આરટીઇમાં 40થી વધારે ધારાસભ્યોના મેડિકલ બિલની વિગત સામે આવી હતી. જેમાં ધારાસભ્યો વૈભવી તબીબી સુવિધા લેઇ રહ્યાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના મેડિકલ બીલ પર આરોગ્ય મંત્રી નીતિન પટેલે ધારાસભ્યોને ટકોર કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, લાખો રૂપિયા પગાર ધરાવતા ધારાસભ્યો સરકાર પાસેથી મેડિકલ બીલ લે છે. તમામ ધારાસભ્યો સક્ષમ હોવા છતાં પણ મેડિકલ બીલ મુકે છે. ફેક્ટરીઓ અને હોટલો ધરાવતા ધારાસભ્યો મેડિકલ બીલ મુકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું ક્યારેય સરકારી મેડિકલ બીલ લેતો નથી.

Download Our B K News Today App



Related News