ગુજરાતમાં આખું વર્ષ રહેશે લીલાલહેર! જાણો શું કહે છે સમગ્ર રાજ્યમાં પડેલા વરસાદી આંકડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 16:12:06
  • Views : 760
  • Modified Date : 2019-08-16 16:12:06

બંગાળની ખાડીનાં લો-પ્રેશરના કારણે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાર્વત્રિક સારા પ્રમાણમાં પડેલા વરસાદના કારણે સીઝનનો 86.45 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 86.45 ટકા વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં પડેલા વરસાદી આંકડા નીચે પ્રમાણે છે.

દક્ષિણ ગુજરાતમાં 102.37 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો 86.45 ટકા વરસાદ પડ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 102.37 ટકા વરસાદ પડ્યો હતો. ભરૂચમાં 129.25 ટકા, નર્મદામાં 108.76 ટકા, તાપીમાં 96.31 ટકા, સુરતમાં 105.83 ટકા, નવસારીમાં 89.72 ટકા, વલસાડમાં 99.06 ટકા અને ડાંગમાં 96.49 ટકા વરસાદ ખાબક્યો છે.


સમગ્ર ઉત્તર ગુજરાતમાં 64.20ટકા વરસાદ
તેવી રીતે ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં 64.20ટકા વરસાદ પડ્યો છે. આંકડાની વાત કરીએ તો,પાટણમાં 67.97 ટકા, બનાસકાંઠામાં 58.59 ટકા, મહેસાણામાં 57.51 ટકા, સાબરકાંઠામાં 73.01 ટકા, અરવલ્લીમાં 70.28 ટકા અને ગાંધીનગરમાં 60.45 ટકા વરસાદ ખાબક્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં 76.35 ટકા વરસાદ
ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સિઝનનો કુલ 76.35 ટકા વરસાદ ખાબક્યો હતો. આંકડા પ્રમાણે, કચ્છમાં 102.04 ટકા, સુરેન્દ્રનગરમાં 82.59 ટકા, રાજકોટમાં 75.55 ટકા, મોરબીમાં 102.23 ટકા, જામનગરમાં 87.63 ટકા, દેવભૂમિ દ્રારકામાં 58.05 ટકા, પોરબંદરમાં 50.14 ટકા, જૂનાગઢમાં 70.79 ટકા, ગીર સોમનાથમાં 66.47 ટકા, અમરેલીમાં 72.34 ટકા, ભાવનગરમાં 83.16 ટકા અને બોટાદમાં 108.02 ટકા વરસાદ પડ્યો છે.

સમગ્ર મધ્યગુજરાતમાં 81.75 ટકા વરસાદ
છેલ્લે મધ્યગુજરાતના વરસાદની વાત કરીએ તો સિઝનનો 81.75 ટકા વરસાદ પડ્યો હતો. આંકડા પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં 64.87 ટકા વરસાદ, ખેડામાં 83.43 ટકા, આણંદ 87.70 ટકા, વડોદરામાં 88.17 ટકા, છોટાઉદેપુરમાં 115.60 ટકા, પંચમહાલમાં 92.87 ટકા, મહિસાગરમાં 53.07 ટકા અને દાહોદમાં 64.47 ટકા વરસાદ પડ્યો છે.

Download Our B K News Today App



Related News