બસ હવે…!! ચોમાસું લેવા જઇ રહ્યું છે ફાઇનલ વિદાય,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 15:05:02
  • Views : 594
  • Modified Date : 2019-09-15 15:05:02

ત્યારે ભારતના ઋતુચક્ર અનુસાર 15મી જુનથી શરૂ થતી વર્ષાઋતુ સપ્ટેમ્બરના દ્વિતીય પખવાડિયાના પ્રારંભ સાથે જ વિદાય લેતી હોઇ વર્તમાન સ્થિતિએ મોન્સુન સિસ્ટમ અંતિમ તબક્કામાં પ્રવેશતા ઋતુના ઉત્તરાર્ધની સિસ્ટમની અસરો હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી અમુક વિસ્તારોમા વાદળછાયા માહોલ વચ્ચે છુટીછવાઇ વરસાદી ઝરમર ચાલું રહેવા પામી છે.

જોકે ધીરે-ધીરે ઉત્તરાર્ધ તરફ ગતિ કરતી સિસ્ટમ આગામી બે-ત્રણ દિવસમાં નબળી પડતા ચરોતર સહિત સમગ્ર રાજ્યમાંથી વર્ષાઋતુ વિદાય લેશે તેવી ઘડીઓ નિશ્ચિત ગણાઇ રહી છે.

બે દિવસ વરસાદી ઝરમર જારી રહેશે: હવામાન તજજ્ઞા
ચરોતરમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન તજજ્ઞાએ જણાવ્યુ કે આગામી એકાદ બે દિવસ સુધી છુટાછવાઇ વરસાદી ઝરમરનો દોર જારી રહેશે. જોકે મોન્સુન સિસ્ટમ પૂર્ણ થઇ ગઇ હોઇ ત્રણેક દિવસ બાદ રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય લેશે

Download Our B K News Today App



Related News