ગુજરાતમાં ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:15:32
  • Views : 884
  • Modified Date : 2019-08-10 11:15:32

તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ 10 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. અમદાવાદ: હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોડી રાતે પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 8મી ઓગસ્ટથી લઈને આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટે અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ 10 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિ.મી. થી વધારે રહેશે. આ ઉપરાંત 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

Download Our B K News Today App



Related News