ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા પોઝિટિવ કેસ,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 20:07:51
  • Views : 834
  • Modified Date : 2020-04-27 20:07:51

આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 247 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જ્યારે 2961 દર્દીઓની હાલત સ્થિર છે. અને 394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 162 થયો છે. જ્યારે કોરોનાના કારણે 11 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે 81 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યા કુલ 3548 થઈ છે. જ્યારે મોતનો કુલ આંક 162 થયો છે.રાજ્યમાં કોરોનાના કુલ 3548 પોઝિટિવ દર્દીઓ છે. જેમાંથી 31 દર્દીઓની હાલત ગંભીર છે. અને તેઓ વેન્ટિલેટર પર છે.

Download Our B K News Today App



Related News