ગુજરાતમાં નવા 8 કેસ પોઝિટિવ નોધાયા તમામ 8 કેસ અમદાવાદના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:06:53
  • Views : 511
  • Modified Date : 2020-04-01 11:06:53

કોરોના વાઈરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. ગુજરાતમાં નવા 8 કેસ પોઝિટિવ નોધાયા . તમામ 8 પોઝિટિવ કેસ અમદાવાદના નોધાયા છે . આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાઈરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.

દિલ્હીમાં તબ્લિક જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના 29 લોકો ગયા હતા. તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના 13 અને બોટાદ જિલ્લાના 4 એમ આ બે જિલ્લાના 17 લોકો પણ તબ્લિક જમાતના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News