ગુજરાતીમાં 80 ટકા વિદ્યાર્થી નબળા હોવાથી ત્રિ-માસિક કસોટીનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:24:32
  • Views : 400
  • Modified Date : 2019-08-18 11:24:32

શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળામાં ધો-૧ અને ૨માં અભ્યાસ કરતાં બાળકો વાંચતા, લખતા અને ગણતા થઈ જાય તેના માટે બે દિવસ કસોટીનું આયોજન કર્યું છે.  ધો.૩થી ૮માં અંદાજે ૮૦ ટકાથી વધુ બાળકો ગુજરાતી ભાષામાં નબળા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાળકો આગળના ધોરણમાં આ જ પ્રકારની ઊણપ સાથે ન પહોચે તે માટે ધો.૧ અને ૨માં ત્રિ-માસિક કસોટીનું આયોજન કર્યું છે.

શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, ધો.૩થી ૮માં સાપ્તાહિક કસોટી લેવાય છે પરંતુ ધો-૩માં પ્રવેશતું બાળક તેની ક્ષમતા પ્રમાણે વાંચન, લેખન અને ગણન કરી શકે તેના માટે ત્રિ-માસિક કસોટી લેવાનો નિર્ણય કરાયો છે.

જો બાળકો નબળાં રહે તો  ધો.૫ચમાં નાપાસની સંખ્યા વધે 

ધો-૨ના બાળકોને વાંચતા, લખતા કરવામાં ના આવે અને હાલની સ્થિતિ પ્રમાણે, આગળના વર્ષમાં ધકેલવામાં આવે તો ધોરણ.૫માં નાપાસ થવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી થઈ જાય. કારણ કે, ઇ્ઈ એક્ટ અંતર્ગત ધો.૧થી ૮ સુધી વિદ્યાર્થીને નાપાસ કરાતા નથી. જેથી વાંચતા, લખતા પણ ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓ ધો.૯ સુધી પહોચી જતા. હતા જેનાથી ધો.૮ પછી ડ્રોપ આઉટ રેશિયો અને બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના આંકડો વધી જતો હતો. માટે ધોરણ.૫ અને ૮માં નાપાસ કરવા અંગે રાજ્ય શિક્ષણ વિભાગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News