ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર, આ 25થી વધુ ટ્રેન રદ્દ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 12:25:12
  • Views : 538
  • Modified Date : 2019-08-07 12:25:12

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર બનીને વરસી રહ્યો છે. આ ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને પર અસર જોવા મળી છે.ગુજરાતમાં ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાઇ ગયા છે. જેને લઇને 25થી વધુ ટ્રેનો રદ્દ કરાઇ છે. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, ટ્રેનો ડાયવર્ટ કરાઇ મધ્ય રેલવેના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, કરજત અને લોનાવાલા હિલ વચ્ચે પાણી ભરાતા ભેખડો ધસવાથી મુંબઈ તરફની ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. દરમિયાન મુંબઈ-પૂણે રેલ વ્યવહાર પણ ઠપ થયો છે. લાંબા અંતરની ટ્રેનો દુરંતો, કોર્ણાક એક્સપ્રેસ, અમૃતસર એક્સપ્રેસ અને દેવગીરી એક્સપ્રેસ નાસિકના ઈગતપુરી તેમજ કલ્યાણ નજીકના અંતગાઁવ અને ખારડી પાસે ફસાઈ છે. મુંબઈ એરપોર્ટના પ્રવક્તના જણાવ્યા મુજબ બે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે તેમજ છ ફ્લાઈટને પરત ફરવા જણાવાયું છે. 24 કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાને કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ પડશે કારણ કે લો-પ્રેશરની સિસ્ટમ 48 કલાકમાં સર્જાશે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં થશે ત્યારે માછીમારોને દરિયઓ ન ખેડવા સૂચના અપાઈ છે.

Download Our B K News Today App



Related News