જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડતો નથી ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલ મતદાન તો કરવા પહોંચ્યાં, ભોંઠા પડી ગયા, છતાં વોટ આપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 13:12:30
  • Views : 606
  • Modified Date : 2021-02-28 13:12:30

    કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. બપોરે 12.20 સુધીમાં નગરપાલિકામાં 18.34 ટકા, જિ.પંચાયતમાં 21.62 ટકા અને તાલુકા પંચાયત 22.04 ટકા મતદાન થયું છે.

    ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા દરેક જિલ્લામાં સંવેદનશિલ અને અતિસંવેદનશિલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મતદાન મથકો સહિત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક જનપ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. 2જી માર્ચે મતગણતરી યોજાશે.


Download Our B K News Today App



Related News