રાજ્યમાં પંચાયત-પાલિકામાં ધીમું મતદાન, દાહોદના દાદા બોલ્યા, "હું ચાલી ના શકુ તેનો વાંધો નથી, પણ લોકશાહી દોડતી રહેવી જોઈએ"

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:26:52
  • Views : 279
  • Modified Date : 2021-02-28 12:26:52

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સવારે 11.15 સુધીમાં નગરપાલિકામાં 10.55 ટકા, જિ.પંચાયતમાં 9.17 ટકા અને તાલુકા પંચાયત 10.32 ટકા મતદાન થયું છે. અનેક વિસ્તારમાં વર-વધુ લગ્નના ફેરા પહેલા મતદાન મથકે મત આપવા પહોંચ્યા છે. જ્યારે વૃદ્ધો પણ લાકડીના સહારે પોતાનો મત આપવા આવી પહોંચ્યા છે.

    ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં મતદાનનો પ્રારંભ

* ભાવનગર જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 7.9 ટકા મતદાન સૌથી વધુ મોરચંદમાં 11.21 ટકા
* ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 7થી 9 ટકા મતદાન
* મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું
* ગોંડલના બિલિયાળામાં જાન માંડવે પહોંચે તે પહેલા જ વર-કન્યાએ મતદાન કર્યું
* ગોંડલ પાલિકામાં બે કલાકમાં 4.52 ટકા મતદાન, મતદારોની લાંબી લાઇન
* અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે.
* અમરેલીના 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે
* રાજ્ય સરકારના પ્રધાન કુવરજી બાવળીયાએ રાજકોટ વિછીંયા ખાતે મતદાન કર્યું.

* દક્ષિણ ગુજરાતમાં મતદાનનો પ્રારંભ
* ભરૂચ નગરપાલિકામાં 2 કલાક માં 7 ટકા
* વલસાડ, બારડોલી, તરસાડી, કડોદરા,નવસારી, ભરૂચ અને માંડવી નગરપાલિકામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
* બારડોલી પાલિકાની 9 વોર્ડની 36 બેઠક, કડોદરા નગરપાલિકાની 7 વોર્ડની 28, માંડવી પાલિકાની 6 વોર્ડની 24 અને તરસાડી પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો મળી કુલ 116 બેઠકોની ચૂંટણીમાં 1,01,916 મતદારો મતદાન કરશે.
* તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠકો છે જ્યારે સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે.મધ્ય ગુજરાતમાં મતદાનનો પ્રારંભ
* અંક્લેશ્વર ખાતે મતદાનની આગલી રાતે વોર્ડ નંબર-8ના કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો દ્વારા કવર વહેંચવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો
* પંચમહાલના નાવરિયા ગામમાં 25 વર્ષથી વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો
* ગાંધીનગરના દહેગામના વોર્ડ નંબર પાંચમાં મતદાન કરી વરરાજા ઘોડે ચડ્યાં
* ​​​​​​આણંદ જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 5.2 ટકા મતદાન, સૌથી વધુ આસોદરમાં 9.72 ટકા
* ડાંગ જિલ્લામાં ગોટીયામાળ અને બરડપાણી બુથ પર EVM મશીન ખોટકાયું, 1 કલાકથી મતદાન કાર્ય બંધ
* પંચમહાલ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.11 માટે તેલંગ હાઇસ્કુલ ખાતે મત આપ્યો
* દાહોદમાં પ્રથમ બે કલાકમાં 6.32 ટકા
* વડોદરાના ભાડોલમાં EVM ખોટકાતા
* નડિયાદમાં વોર્ડ-12 EVM ખોટકાતા ઉમેદવારો-મતદારોમાં રોષનો માહોલ.
* વડોદરા સહિત દાહોદ, પંચમહાલ, મહીસાગર, નસવાડી અને નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીનું મતદાન થઈ ગયું છે
* વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
* નસવાડીમાં વરરાજાએ લગ્નના સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું છે.
* દાહોદમાં રાજ્યસરકારના પ્રધાન બચુભાઈ ખાબડએ મતદાન કર્યું.ઉત્તર ગુજરાતમાં મતદાનનો પ્રારંભ
* મહેસાણામાં જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 6.75 ટકા મતદાન, સૌથી વધુ ખરોડમાં 11.51 ટકા
* ચાણસ્મા-સરસ્વતીમાં EVM ખોટકાતા
* મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.
* મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ 16,37,155 મતદારો નક્કી કરશે.
* મહેસાણા વોર્ડ નં.5માં કોંગ્રેસના ઉમેદવારને પ્રવેશ ન આપતા રોષનો માહોલ જોવા મળ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા દરેક જિલ્લામાં     સંવેદનશિલ અને અતિસંવેદનશિલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મતદાન મથકો સહિત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક જનપ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. 2જી માર્ચે મતગણતરી યોજાશે.


Download Our B K News Today App



Related News